Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightવર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્વિમર બેભાને થઈને પુલમાં ડૂબી, તેના કોચે માર્યો કૂદકો અને...

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્વિમર બેભાને થઈને પુલમાં ડૂબી, તેના કોચે માર્યો કૂદકો અને…

એક મોટી અનહોની થતા રહી ગઈ હતી. હંગેરીની રાજસ્થાની બુડાપેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન અમેરિકાની દિગ્ગજ સ્વિમર અનિતા અલ્વારેજ બેભાન થઈને ડૂબી ગઈ હતી. જોકે તેના કોચે ચપળતા દેખાડી તાત્કાલિક પાણીમાં કૂદકો માર્યો હતો અને સ્વિમરને બચાવી લીધી હતી. જેની શોકિંગ તસવીરો સામે આવી છે.

25 વર્ષીય સ્વિમર અનિતા વુમન્સ સોલો ઈવેન્ટમાં ભાગ લઈ રહી હતી. અચાનક બેભાન થઈને ડૂબવા લાગી હતી. તે પુલમાં ઉંડે સુધી ચાલી ગઈ હતી, ત્યારે કોચ એન્ડ્રિયા ફ્યૂએન્ટ્સે કૂદકો માર્યો અને તેને બચાવી લીધી.

કોચ એન્ડ્રિયા ફ્યૂએન્ટ્સ પાણીમાં સ્વિમર અનિતાને પકડીને ખેચીને ઉપર લઈ આવ્યા હતા. એ સમયે અનિતા બેભાન હતી. ત્યાર પછી મેડીકલ ટીમે તાત્કાલિક પહોંચીને તેને પ્રાથમિક સારવાર આપી હતી.ત્યાર બાદ અનિતાને સ્ટ્રેચ પર ઈલાજ માટે લઈ જવામાં આવી હતી.

અનિતાની કોચ એન્ડ્રિયા ફ્યૂએન્ટ્સ સ્પેનની સ્વિમર છે, જે ચાર વખત ઓલિમ્પિક મેડલ જીતી ચૂકી છે. આ બીજી વખત બન્યું કે જ્યારે કોચ એન્ડ્રિયા ફ્યૂએન્ટ્સે અનિતાને ડૂબતા બચાવી છે.

કોચ એન્ડ્રિયા ફ્યૂએન્ટ્સે જણાવ્યું કે આ મોટી દુર્ઘટના હતી. તે શ્વાસ નહોતી લઈ શકતી. એ જોઈને હું ખૂબ ડરી ગઈ. મારે તરત કૂદકો મારવો પડ્યો. પાણી તેના ફેફસામાં ભરાઈ ગયું હતુ.

કોચ એન્ડ્રિયા ફ્યૂએન્ટ્સે ઉમેર્યું હતું કે હવે અનિતાની તબિયત સારી છે અને તે રિકવર થઈ રહી છે.

હંગેરીની રાજસ્થાની બુડાપેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ 25 વર્ષીય સ્વિમર અનિતા વુમન્સ સોલો ઈવેન્ટમાં ભાગ લેવા આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page