Friday, April 12, 2024
Google search engine
HomeNationalઅભનેત્રાને રૂમમાં અન્ય મહિલા સાથે જોઈ ગઈ પત્ની અને પછી જાહેરમાં...

અભનેત્રાને રૂમમાં અન્ય મહિલા સાથે જોઈ ગઈ પત્ની અને પછી જાહેરમાં થઈ જોવા જેવી

તેલુગુ એક્ટર નરેશ તથા પત્ની રામ્યા રઘુપતિ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ નરેશ તથા રામ્યા વચ્ચે હોટલની લોબીમાં ઝઘડો થયો હતો. નરેશ એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથે મૈસૂરની એક હોટલમાં હતો. તે રૂમમાંથી નીકળીને લિફ્ટ તરફ જતો હતો. આ સમયે રામ્યા ત્યાં આવી ગઈ હતી. રામ્યાએ ચંપલથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે રામ્યાને પકડી લીધી હતી.

જાહેરમાં બંને ઝઘડ્યા
સો.મીડિયામાં રામ્ય તથા નરેશનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નરેશ સિટી મારીને રામ્યાની મજાક ઉડાવે છે. તે તેલુગુમાં કંઈક બોલે પણ છે. રામ્યા તથા નરેશ વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ પછી સુરક્ષાકર્મીઓ રામ્યાને પરત મોકલી દે છે.

છેલ્લાં ઘણાં સમયથી ઝઘડો ચાલે છે
નરેશ તેલુગુ સુપરસ્ટાર મહેશબાબુનો સાવકો ભાઈ છે. નરેશે રામ્યા સાથે ત્રીજા લગ્ન કર્યા છે. જોકે, છેલ્લાં ઘણાં સમયથી એવી ચર્ચા છે કે નરેશે એક્ટ્રેસ પવિત્રા સાથે લગ્ન કરી લીધા છે. હાલમાં જ નરેશે આ વાતનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે આ પ્રકારની અફવા રામ્યાએ ફેલાવી છે. તેણે રામ્યાને ડિવોર્સની નોટિસ મોકલી છે. આથી જ તે તેને બદનામ કરવા માટે આ બધું કહી રહી છે. તો બીજી બાજુ પવિત્રા લોકેશે પણ એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેણે અને નરેશે લગ્ન કર્યા નથી. રામ્યા ખોટું બોલે છે.

રામ્યાએ શું કહ્યું?
રામ્યાએ પતિ નરેશને વુમનાઇઝર કહ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે લગ્ન બાદ પણ નરેશના સંબંધો પવિત્રા સાથે હતાં. આટલું જ નહીં નરેશ તથા પવિત્રાએ છાનામાના લગ્ન કરી લીધા છે.

રામ્યા-નરેશ અલગ રહે છે
નરેશે પહેલાં લગ્ન ડાન્સ માસ્ટર શ્રેણુની દીકરી સાથે લગ્ન કર્યા હતા. બીજા લગ્ન રેખા શાસ્ત્રી સાથે કર્યાં હતાં. ત્રીજા લગ્ન રામ્યા સાથે હતા. રામ્યા તથા નરેશ છેલ્લાં ઘણાં સમયથી અલગ રહે છે. પવિત્રા લોકેશની વાત કરીએ તો તેણે 2007માં સુચેન્દ્ર પ્રસાદ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંને અલગ થઈ ગયા છે. નરેશ તથા પવિત્રાના લગ્નની અફવા અવાર-નવાર ઉડતી હોય છે. જોકે, બંનેએ હંમેશાં આ વાતનું ખંડન કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page