Tuesday, April 9, 2024
Google search engine
HomeBusinessSBIનો નવો નિયમ, બેંકમાં ચોથીવાર એક રૂપિયો પણ જમા કરાવ્યો તો 50...

SBIનો નવો નિયમ, બેંકમાં ચોથીવાર એક રૂપિયો પણ જમા કરાવ્યો તો 50 રૂપિયા ચાર્જ થશે

અમદાવાદઃ એક ઓક્ટોબરથી ભારતીય સ્ટેટ બેંક પોતાના બેંકિંગ ચાર્જ તથા ટ્રાન્જેક્શનને લઈ નવા નિયમો લાવી રહ્યું છે. બેંકે પહેલી ઓક્ટોબરથી સર્વિસ ચાર્જમાં ફેરફઆર કર્યો છે. બેંકમાં રૂપિયા જમા કરાવવા, કાઢવા, ચેકનો ઉપયોગ, એટીએમ ટ્રાન્જેક્શન સાથે જોડાયેલ નિયમોનો સામેલ છે.

ત્રણ જ વાર ફ્રીમાં પૈસા જમા કરી શકશોઃ
બેંકના નવા સક્યુલર પ્રમાણે, પહેલી ઓક્ટોબરથી તમે મહિનામાં માત્ર ત્રણવાર મફતમાં પૈસા જમા કરી શકશો. જો તમે ચોથીવાર પૈસા જમા કરવવા ગયા તો 50 રૂપિયા તથા જીએસટીનો ચાર્જ ભરવો પડશે. પાંચમી કે ત્યારબાદથી 56 રૂ. ભરવા પડશે.

આ ઉપરાંત ચેક કોઈ પણ કારણે બાઉન્સ થાય છે તો 150 રૂપિયા તથા જીએસટીનો ચાર્જ ભરવો પડશે. જે મળીને કુલ 168 રૂપિયા થાય છે.

એટીએમમાં હવેથી મહિને 12 વાર ટ્રાન્ઝેક્શન કરી શકશો
મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ તથા હૈદરાબાદમાં બેંકના એટીએમ પર દર મહિને 10 ટ્રાન્ઝેક્શન કરી શકશો. આ શહેરો સિવાય ભારતભરના અન્ય શહેરો મહિને 12 ટ્રાન્ઝેક્શન કરી શકશે. જો કોઈ વ્યક્તિ અન્ય બેંકના કાર્ડનો ઉપયોગ કરે છે તો પાંચ વાર મફતમાં ઉપયોગ કરી શકશે.

સેલરી એકાઉન્ટ ગમે તેટલીવાર કાર્ડ યુઝ કરી શકશે
સેલરી એકાઉન્ટ ધારક અગણિત વખત કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ ઉપરાંત 25 હજારથી વધુ બેલેન્સ રાખનાર ધારકો બેંક એટીએમનો અસીમિત રીતે ઉપયોગ કરી કશે. તો 25 હજારથી ઓછું બેલેન્સ રાખનાર આઠ જ વખત મફતમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે.

RTGS-NEFT મોંઘું
જો કોઈ વ્યક્તિ બેંક શાખામાં જઈને RTGS-NEFT કરે છે તો તેનો ચાર્જ આપવો પડશે. જોકે, નેટ બેકિંગ, મોબાઈલ બેકિંગ અને યોનો એપથી ટ્રાન્ઝેક્શન કરે છે, તો કોઈ ચાર્જ લાગશે નહીં.

RTGS
બેથી પાંચ લાખ સુધીઃ 20 રૂપિયા (જીએસટી અલગથી)
પાંચ લાખથી ઉપરઃ 40 રૂપિયા (જીએસટી અલગથી)

NEFT
10 હજાર રૂ. 2 રૂપિયા (જીએસટી અલગથી)
10થી 1 લાખઃ ચાર રૂપિયા (જીએસટી અલગથી)
એક લાખથી 2 લાખઃ 12 રૂપિયા (જીએસટી અલગથી)
2 લાખથી વધુઃ 20 રૂપિયા (જીએસટી અલગથી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page