Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightફેમસ અભિનેત્રી અને MP નુસરત જહાંએ પતિ સાથેની રોમેન્ટિક તસવીરો કરી શેર

ફેમસ અભિનેત્રી અને MP નુસરત જહાંએ પતિ સાથેની રોમેન્ટિક તસવીરો કરી શેર

નવી દિલ્હી: TMCની ટીકિટ પર ચૂંટણી જીતનાર નુસરત જહાં થોડા દિવસ પહેલાં જ લગ્ન કર્યા હતાં ત્યાર બાદ પહેલીવાર સાંસદમાં જોવા મળી હતી. જોકે આજે લગ્નની પહેલીવાર તસવીરો સામે આવી છે. નૂસરત જહાંએ એ લગ્ન બાદ પહેલીવાર પતિ નિખીલ જૈન સાથેની તસવીર શેર કરી હતી. અત્યાર સુધી તેમની લગ્નની તસવીરો જ સામે આવી હતી.

નુસરત અને નિખીલ એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યાં છે. નુસરતે લગ્નમાં લાલ રંગની સાડી પહેરી હતી જ્યારે નિખીલ લાઈટ પિંક અને ક્રીમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

આ સિવાય નુસરતે બીજી બે તસવીરો શેર કરી છે જેમાં બંને બહુ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યાં છે.

આ તસવીરને શેર કરતી વખતે નુસરતે કેપ્શન લખ્યું હતું કે, સારું લાગે છે જ્યારે તમને એવી વ્યક્તિ મળી જાય જેને આખું જીવન પરેશાન કરી શકો.

તૃણમુલ કોંગ્રેસની સાંસદ અને પશ્ચિમ બંગાળની ફેમસ એક્ટ્રેસ નુસરત જહાંએ 25 જૂને સંસદમાં શપથ લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page