Friday, April 12, 2024
Google search engine
HomeNationalડોક્ટર યુવતી ક્લિનિકમાં બેઠી હતી અને ગળું કાપી નાખ્યું, દૃશ્ય જોઈને લોકો...

ડોક્ટર યુવતી ક્લિનિકમાં બેઠી હતી અને ગળું કાપી નાખ્યું, દૃશ્ય જોઈને લોકો રાડો પાડી ગયા

પતિએ પત્નીનું ગળું કાપીને મારી નાંખ્યાની ઘટના સામે આવી છે. મહિલા ડૉક્ટર હતી. શનિવાર સાંજે લગભગ 4.30 વાગ્યો મહિલા પોતાના ક્લિનિકમાં એકલી બેઠી હતી. ત્યારે તેનો પતિ આવ્યો અને તેની પાસે પાંચ લાખ રૂપિયા માગ્યા હતાં. પત્નીએ રૂપિયા આપવાની ના પડતાં બંને વચ્ચે વિવાદ વધી ગયો હતો. વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. પતિએ સર્જિકલ બ્લેડથી પત્નીના ગળા પર ત્રણવાર હુમલો કર્યો અને તેની હત્યા કરી નાંખી હતી.

મહિલાના ગળામાંથી નીકળતા લોહી સાથે ક્લિનિકની બહાર આવી. આ જોઈને ત્યાં હાજર લોકો ડરી ગયા હતાં. લોકો ભાગી રહેલાં પતિને પકડી લીધો અને આ અંગેની જાણ પોલીસને કરી હતી. કેટલાક લોકો મહિલાને હોસ્પિટલ લઈ ગયાં જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.

પહેલાં પતિને છૂટાછેડા આપ્યા પછી બીજા લગ્ન કર્યા હતાં
આ ઘટના ગુલાવઠી વિસ્તારના વરાલ ગામની છે. અહીં સુશીલા વિહારની રહેવાસી પૂનમ ગામની બહાર પ્રાઇવેટ ક્લિનિક ચલાવતી હતી. છ વર્ષ પહેલાં તેણે છૂટાછેડા લીધા હતાં. આ પછી તેણે રાહુલ સાથે લવ મેરેજ કર્યા હતાં. લગ્નના થોડાંક મહિના પછી બંનેમાં ઝઘડા થતાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ બિઝનેસમેન હતો અને તેનું કામ સરખું ચાલતું નહોતું. બંનેના લગ્નને 6 વર્ષ થઈ ગયા હતાં.

પત્ની પાસેથી પાંચ લાખ રૂપિયા માગતો હતો
પૂનમ ક્લિનિક પરથી સારી કમાણી કરતી હતી. રાહુલ દરરોજ પૂનમ પાસે રૂપિયાની માગણી કરતો હતો. આ અંગે બંનેમાં ઝઘડો થયો હતો. પૂનમે પોતાની કમાણીથી ઘણાં રૂપિયા ભેગા કરી લીધા હતાં. રાહુલને આ વાતની ખબર પડી ગઈ હતી. તે પૂનમ પાસેથી પાંચ લાખ રૂપિયાની ડિમાન્ડ કરવા લાગ્યો હતો. પણ પૂનમ આ રૂપિયા આપવા તૈયાર નહોતી.

સવારે ઝઘડો કરીને સવારે ક્લિનિક પહોંચ્યો હતો.
શનિવાર સવારે આ વાતને લીધે બંનેમાં વિવાદ થયો હતો. પૂનમે રૂપિયા આપ્યા નહીં અને તે ક્લિનિક જતી રહી હતી. લગભગ સાંજે 4.30 વાગ્યે રાહુલ પણ ક્લિનિક પહોંચ્યો હતો. ત્યાં બીજીવાર રૂપિયા અંગે ઝઘડો થયો હતો. જોતજોતામાં સર્જિકલ બ્લેડથી ત્રણવાર રાહુલે પૂનમનું ગળું કાપી નાંખ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

ચાર વર્ષની છે દીકરી
પૂનમીન મા સુશીલા વિહાર કોલોનીમાં રહે છે. જ્યારે પિતા ક્ષેત્રપાલ સિંહનું નિધન થઈ ગયું છે. પૂનમ સુશીના વિહારમાં જ ભાડે રહેતી હતી. પતિ રાહુલ હાપુડનો રહેવાસી છે. પૂનમ અને રાહુલની એક ચાર વર્ષની દીકરી પણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page