Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalબીજી યુવતી સાથે હોટલના રૂમમાં હતો પતિ ને અચાનક જ આવી ચઢી...

બીજી યુવતી સાથે હોટલના રૂમમાં હતો પતિ ને અચાનક જ આવી ચઢી પત્ની

ઉત્તર પ્રદેશના આગરામાં કોઈ અન્ય મહિલા સાથે હોટેલમાં રોમાંસ કરવો એક પરિણીત પુરૂષને બહુ ભારે પડી ગયો. જ્યારે આ પુરૂષ એક મહિલા સાથે રોમાંસ કરી રહ્યો હતો ત્યારે જ અચાનક તેની પત્ની ત્યાં આવી ચઢી. પતિને કોઈ બીજી મહિલા સાથે જોતાં જ તે ગુસ્સે થઈ ગઈ અને ચપ્પલ કાઢી મારવાનું શરૂ કરી દીધું.

પત્નીએ પતિની સાથે-સાથે એ મહિલાને પણ ચપ્પલથી મારી. આ ઘટના દિલ્હી ગેટ વિસ્તારની છે. મળેલ માહિતી અનુસાર, દેવરી રોડનો રહેવાસી દિનેશ હોસ્પિટલમાં નોકરી કરે છે, તેની પત્ની નીલમે આરોપ મૂક્યો છે કે, દિનેશના એક મહિલા સાથે અનૈતિક સંબંધો છે. જ્યારથી તેને આ વાતની ભનક આવી છે ત્યારથી બંને વચ્ચે ઝગડા થવાના શરૂ થઈ ગયા છે.

આ જ વાતથી પરેશાન થઈને નીલમ તેના પિયર રહેવા જતી રહી હતી. સોમવારે તેને ખબર પડી કે, દિનેશ એ મહિલા સાથે દિલ્હી ગેટ પર આવેલ એક હોટેલમાં છે. નીલમ તેના ભાઈ સાથે તરત જ એ હોટેલમાં પહોંચી. જેવી તે ઓરડામાં જઈ, દિનેશ બીજી મહિલા સાથે હતો. ગુસ્સામાં નીલમે દિનેશને મારવાનું શરૂ કરી દીધું. સાથે-સાથે બીજી મહિલાને પણ ચપ્પલથી મારી.

આ દરમિયાન દિનેશ પત્ની નીલમની માફી માંગી રહ્યો હતો. આ આખી ઘટનાનો વીડિયો નીલમના ભાઈએ બનાવ્યો છે, જે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ બન્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, દિનેશ તેની પત્નીની વારંવાર માફી માંગે છે. દિનેશ કહે છે, “ભૂલ થઈ ગઈ, આવું ફરીથી નહીં થાય. બસ એકવાર માફ કરી દે.” તો બીજી મહિલા પણ નીલમની માફી માંગી રહી છે. તે મહિલા પણ રડતાં-રડતાં કહે છે, “હવેથી આવું નહીં થાય, માફ કરી દો.”

નીલમે જણાવ્યું કે, દિનેશના અનૈતિક સંબંધોના કારણે જ તે પિયરમાં રહે છે. મંગળવારે તેના પતિ દિનેશને જ્યારે તેણે મહિલા સાથે રોમાંસ કરતો પકડ્યો તો પહેલાં તો આ મહિલા તેને જ ધમકાવા લાગી. કહેવા લાગી કે, તે નીલમ અને તેના ભાઈઓને ખોટા કેસમાં ફસાવી દેશે. આ વાત સાંભળતાં જ નીલમને ગુસ્સો આવ્યો અને તેણે પતિ દિનેશ અને મહિલાને ચપ્પલથી મારવાનું શરૂ કર્યું. સાથે-સાથે નીલમના ભાઈએ તેનો વીડિયો પણ બનાવ્યો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page