મંદિરમાં હનુમાનજીએ આંખો પટપટાવી, ભક્તોની લાગી લાંબી લાઇન

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ઓખલેશ્વર ધામમાં એક ચમત્કાર જોવા મળ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં હનુમાનજીની પ્રતિમા આંખ ઝબકાવતી જોવા મળે છે, જોકે અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા નથી.

મળેલી માહિતી અનુસાર, મંદિરમાં દર મહિને રોહિણી નક્ષત્રમાં 27 મા દિવસે હનુમાનજીને ખાસ શ્રૃંગાર કરવામાં આવે તો. તો લોકોનો દાવો છે કે, આ વખતે શ્રૄંગાર દરમિયાન હનુમાનજીની પ્રતિમાએ આંખની પાંપણો ઝબકાવી હતી. વાયરલ વીડડિયોમાં હનુમાનજી તેમની પાંપણ ઝબકાવતા જોવા પણ મળે છે.

પુજારીએ કહ્યું ચમત્કાર
મંદિર ખૂબજ જૂનું છે, આ પહેલાં પણ મંદિર સાથે સંકળાયેલ ઘણા સમાચાર આવ્યા છે, પરંતુ આ વખતે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, હનુમાનજી પાંપણો ઝબકાવી રહ્યા છે, જેને જોઈને લોકો ખૂબજ આશ્ચર્યચકિત છે.

કહેવાય છે કે, આ વાયરલ વીડિયો એક ભક્તે બનાવ્યો છે, જે શ્રૄંગાર સમયનો છે, જેમાં હનુમાનજી તેમની પાંપણ બંધ કરતા અને ખોલતા જોવા મળે છે. મંદિરમાં આવતા ભક્તો અને પુજારીએ આ ઘટનાને ચમત્કાર કહી છે.

આ મંદિર અંગે એવી માન્યતા છે કે, અહીં આવતા ભક્તોની બધી જ મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરે છે. વર્ષમાં 13 વાર હનુમાનજીને ખાસ શ્રૄંગાર કરવામાં આવે છે.

Similar Posts