કમકમાટીભરી ઘટનાઃ બે સગા ભાઈ અને બે બહેનોને એક જ કબરમાં દફનાવ્યા

બૈતૂલના પાઢરમાં ગુરુવારે ડેમમાં ડૂબેલા 4 કિશોરને શુક્રવારે એક સાથે દફનાવવામાં આવ્યા હતાં. એક જ કબ્રસ્તાનમાં ચારેને અલગ-અલગ શબપેટીમાં રાખીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. બંને ભાઈ નિખિલ અને પ્રતીકને એક જ શબપેટીમાં રાખવામાં આવ્યા હતાં. બંને બહેન આયશા અને કશિશને એક જ શબપેટીમાં રાખીને પાઢર સ્થિત એસાઈ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવી હતી. આ પછી ચારેયને સાથે દફનાવવામાં આવ્યા હતાં. આ જોઈને ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. લોકો એવું કહેતાં હતાં કે, પ્રભુ આવું દૃશ્ય કોઈને ના બતાવે.

પાઢર પંચાયતના છૂરી અને આમાગોહાન વચ્ચે 15 વર્ષ પહેલાં પંચાયતના નાળા પાસે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. અહીં ગુરુવારે બપોરે 3 વાગ્યે નહાતી વખતે બે સગા ભાઈ, મામાની અને માસીની બહેને ડૂબી જતાં મોત થયું હતું. પાઢર હોસ્પિટલનમાં વોર્ડ બબીતા પત્ની પ્રદીપ ધૌલપુરિયાના નાના ભાઈ પ્રતીકનો 17 નવેમ્બરે જન્મદિવસ હતો. રાતે દરેકે જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ ઉજવવા માટે પ્રતીકના મામા પાતાખેડા નિવીસી વિશાલ લાહોરિયા પોતાની બંને દીકરીઓ કશિશ અને ઇશા સાથે પાઢર એક દિવસ પહેલાં આવ્યા હતાં. ગુરુવારે પ્રતીકની માસી ચાંદનીના ઘરે જમવાનું હતું. ચાંદનીના પતિ કુંદન પાઢર પંચાયતમાં સહકર્મી છે.

કુંદનનું ઘર ચેકડેમથી 200 મીટર દૂર હતું. ભોજન કર્યા પહેલાં પ્રતીક અને તેનો સગો ભાઈ નિખિલ, તેના માનાની દીકરી કશિશ અને ઇશા, માસીની દીકરી આયશા ચેકડેમમાં નહાવા ગયા હતાં. ડેમમાં પ્રતીક, નિખિલ, કશિશ અને આયશા પાણીમાં નહાવા માટે ઉતરી ગયા. જ્યારે ઇશા બહાર રહી ગઈ હતી. નિખિલને થોડુંક તરતા આવડતું હતું. તે ઉંડા પાણીમાં જતો રહ્યો અને ત્રણેયને અંદર બોલાવી લીધા હતાં. પહેલાં કશિશ અને નિખિલ ડૂબ્યા અને પછી પ્રતીક અને આયશા ડૂબી ગયા હતાં.

આ ઘટનામાં મૃત પ્રતીક અને નિખિલ બંને સગા ભાઈ હતાં. બંને પાઢરની પ્રાઇવેટ સ્કૂલ હેપ્લી વેલીમાં ભણતાં હતાં. નિખિલ 11માં ધોરણમાં ભણતો હતો. જ્યારે પ્રતીક નવમાં ધોરણમાં ભણતો હતો. બંને ભઆઈા મોતથી માની કુખ સૂની થઈ ગઈ છે. તેમના મામાની દીકરી શશિ પાતાખેડામાં 11માં ધોરણામાં ભણે છે. તેમને છ બહેનો અને એક ભાઈ હતો. કશિશના મોત પછી પાંચ બહેનો અને એક ભાઈ રહ્યો છે. આયશા 8માં ધોરણમાં ભણતી હતી. તેમના ઘરે હવે એક ભાઈ અને બહેન રહી છે.

ઘટનાની સૂચના મળતા એસપી સિમાલા પ્રસાદ, એડીઓપી એમએસ મીણા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આ પછી હોમગાર્ડની ટીમ પણ પહોંચી હતી. સાડા ત્રણ વાગ્યે ચેકડેમમાં બોટથી શબની શોધ કરવામાં આવી હતી. લગભગ પાંચ મિનિટ પછી પ્રતીકનો શબ મળ્યો હતો. આ પછી નિખિલ અને કશિશનો શબ મળ્યો હતો. સાંજે છ વાગ્યે લગભગ આયશાનો શબ નદીની બહાર મળ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.