Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalરીક્ષામાં આરામથી બેસીને જતી યુવતીને અચાનક યુવકે પરાણે કરી લીધી કિસ, ફાટી...

રીક્ષામાં આરામથી બેસીને જતી યુવતીને અચાનક યુવકે પરાણે કરી લીધી કિસ, ફાટી નીકળ્યો રોષ

હવે એ નક્કી થઈ ગયું છે કે ઈમરાન ખાનના ‘નવા પાકિસ્તાન’માં છોકરીઓ જરા પણ સેફ નથી. પાકિસ્તાનમાં મહિલા ટિકટોક સ્ટારની છેડતીના બનાવ તાજો જ છે ત્યાં ફરી એક ચોંકવાનારો બનાવ સામે આવ્યો છે. પાકિસ્તાનમાં રીક્ષામાં જતી એક છોકરીને જાહેરમાં યુવક કિસ કરીને ભાગી જવાનો ધ્રુણાસ્પદ બનાવ સામે આવ્યો છે. આ વીડિયો વાઈરલ થતાં જ આ આખા પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.

સોશ્યલ મીડિયામાં વાઈરલ વીડિયો મુજબ રીક્ષામાં એક યુવતી પાકિસ્તાનની કોઈ ભીડવાળી જગ્યામાંથી પસાર થઈ રહી હોય છે. રીક્ષામાં પાછળના ભાગમાં બેઠેલી આ યુવતીની સાથે એક બાળક અને એક મહિલા બેઠી દેખાય છે. આ યુવતી આરામથી સફર કરી રહી હોય છે. અચાનક એક યુવક રીક્ષાની પાછળના ભાગમાં ચડે છે અને થોડોક ઝૂકીને જબરદસ્તીને યુવતીને કિસ કરે છે અને તરત નીચે ઉતરીને ભાગી જાય છે.

આ આખી ઘટના પાછળથી આવતા અન્ય વાહનમાંથી કોઈ શૂટ કરી લે છે. જોત જોતામાં આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. રિપોર્ટ મુજબ આ ઘટના પાકિસ્તાનના લાહોર શહેરની છે.

યુવકની હરકતથી ડઘાઈ ગયેલી યુવતી થોડીક સેકન્ડ તો કંઈ સમજી નથી શકતી. અચાનક પોતાની જાતને સંભાળી યુવતીએ જોરથી ચીસો પાડી હતી. જોકે ત્યાં હાજર લોકોમાંથી કોઈએ યુવકને પકડવાની હિંમત દેખાડી નહોતી. આ બધાથી ગભરાઈ ગયેલી યુવતીએ રિક્ષામાં ઉતરી જવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે અન્ય મહિલાએ યુવતીને આવું કરતાં અટકાવી હતી.

રિપોર્ટ મુજબ આ રિક્ષાની ચારેતરફ બાઈક સવારોથી ઘેરાયેલી દેખાય છે. જે પોતાના દેશના ઝંડા ફરકાવતા દેખાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ આ ઘટના પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ સમારોહ દિવસની છે.

વીડિયો વાઈરલ થતાં જ સોશ્યલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો ઈમરાન સરકારને યૌન ઉત્પીડન કરનારા સામે સખત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page