હોટેલ પર પડી અનાચક રેડ, એક પછી એક 35 યુવતીઓ નીકળી, અનેક ગર્ભવતી થઈ ગઈ

કહેવાય છે કે કાગડા બધે કાળા. યુવતીઓને સેક્સ સ્લેવ રાખવાનો એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. 35 યુવતીઓને એક હોટેલમાંથી બચાવવામાં આવી હતી. જેમાં ચાર યુવતીઓ ગર્ભવતી હતી. રેસ્ક્યૂ કરાયેલી યુવતીઓ ઘટસ્ફોટ કર્યો હતો કે એક યુવતીને ક્યારેક 20-20 પુરુષો પાસે પણ મોકલવામાં આવતી હતી.

આ ઘટના નાઈઝેરિયાના એનામ્બ્રા રાજ્યની છે. પોલીસે રેઅહીં ગેલી-ગલી હોટલ પર રેડ પાડીને કાર્યવાહીને અંજામ આપ્યો હતો. ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. જેની પાસેથી બંદૂક અને મોટા પ્રમાણમાં કેસ મળી આવી હતી. જેમાં 35 યુવતીઓને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. જેમાંથી મોટા ભાગની યુવતીઓ સગીરા હતી. જેમાંથી ચાર ગર્ભવતી હતી. આ બધી યુવતીઓને સેક્સ સ્લેવ તરીકે બંધક રાખવામાં આવી હતી.

પોલીસના કહેવા મુજબ હોટેલમાંથી જે યુવતીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું તેની તસ્કરી થતી હતી. જેના પૈસા કોઈ ‘મેડમ’ પાસે જતા હતા, જે હોટેલની માલિક છે અને હાલ ફરાર છે.

પૂછપરછમાં રેસ્ક્યૂ કરવામાં આવેલી યુવતીઓને દેશના અલગ અલગ ભાગમાંથી લાવવામાં આવી હતી. કેટલીક યુવતીઓએ જણાવ્યું હતું કે તેને ‘સેલ્સ ગર્લ’ તરીકેનું કામ આપવાનું કહીને અહીં લાવવામાં આવી હત અને પછી બંધક બનાવી દીધી હતી.

એક યુવતીએ જણાવ્યું કે તે જો કોઈ યુવતી ગર્ભવતી થાય તો તેના બાળકને વેચી દેવામાં આવતું હતું. હોટેલમાં કડક બંદોબસ્તના કારણે કોઈ ભાગી પણ નહોતું શકતું. દિવસમાં એક એક યુવતીને 20-20 પુરુષો સાથે મોકલવામાં આવી હતી.

Similar Posts