Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅંબાણીના વારસદાર પૃથ્વીએ 13 કરોડની કારમાં એન્ટ્રી મારી, પણ આ કારણે રિસાઈ...

અંબાણીના વારસદાર પૃથ્વીએ 13 કરોડની કારમાં એન્ટ્રી મારી, પણ આ કારણે રિસાઈ ગયો

હાલમાં અંબાણી પરિવાર ઘણો જ ખુશ છે. મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશાએ ગયા મહિને ટ્વિન્સને જન્મ આપ્યો હતો. ઈશાએ દીકરી આદ્યા તથા દીકરા ક્રિશ્નાને લોસ એન્જલ્સની હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. જન્મના એક મહિના બાદ ઈશા અંબાણી બંને સંતાનો સાથે ભારત પરત ફરી હતી. દીકરીને સરપ્રાઇઝ આપવા માટે અંબાણી પરિવાર કલીના એરપોર્ટ ગયો હતો. ઈશા ચાર્ટર પ્લેનમાં આવી હતી. આ પ્લેનમાં ડૉક્ટર્સ તથા નર્સ પણ હતા. જોકે, એરપોર્ટ પર આકાશ તથા શ્લોકા અંબાણીના દીકરા પૃથ્વીએ તમામનું ધ્યાન તેની તરફ ખેંચ્યું હતું.

નીતા અંબાણી ફ્લોરલ આઉટફિટમાંઃ એરપોર્ટ પર નીતા અંબાણી ફ્લોરલ પ્રિન્ટેડ ટોપ તથા વ્હાઇટ પેન્ટમાં જોવા મળ્યાં હતાં. વાળ ખુલ્લાં હતાં અને સનગ્લાસ પહેર્યાં હતાં. પૃથ્વી પિંક શર્ટ ને બ્લૂ ડેનિમમાં હતો.

પૃથ્વીએ દાદીને કર્યા હેરાનઃ એરપોર્ટ પર પિરામલ તથા અંબાણી પરિવાર ઈશા અંબાણી ને તેના બંને બાળકોના સ્વાગતમાં રસ હતો. જોકે, પૃથ્વી આ બધાથી દૂર પોતાની જ મસ્તીમાં હતો. પૃથ્વીને આ સેલિબ્રેશનમાં ભાગ લેવાનો સહેજેય ઉત્સાહ નહોતો. તેણે રસ્તા વચ્ચે જ પોતાના નખરા બતાવવાનું શરૂ કર્યું હતું. દાદી નીતા અંબાણીએ પૃથ્વીનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો તો તે દૂર જતો રહ્યો અને ઊંધો ફરી ગયો હતો.

માંડ માંડ તેડીને લાવ્યાઃ નીતા અંબાણીએ પૃથ્વીને પોતાની સાથે આવવાનું ઘણું કહ્યું હતું. જોકે, પૃથ્વી જાણે રિસાયો હોય તેમ લાગ્યું હતું. દાદીએ મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ માન્યો નહોતો. અંતે દાદી નીતા અંબાણીએ નાનકડા પૃથ્વીને તેડી લીધો હતો અને તેને લઈ ગયા હતા.

પૃથ્વી 13 કરોડની કારમાં બેસીને આવ્યોઃ પૃથ્વી અંબાણી ફોઈને મળવા માટે ખાસ 13 કરોડથી પણ મોંઘી કારમાં બેસીને આવ્યો હતો. આ કાર રોલ્સ રોય્સ હતી.

બે વર્ષનો છે પૃથ્વીઃ આકાશ તથા શ્લોકા મહેતા 10 ડિસેમ્બર, 2020ના રોજ પેરેન્ટ્સ બન્યા હતા. જામનગરમાં પૃથ્વી એક વર્ષનો થયો ત્યારે ભવ્ય પાર્ટી આપવામાં આવી હતી. એન્ટેલિયામાં પૃથ્વી માટે ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

300 કિલો સોનું દાનમાં આપશેઃ એન્ટાલિયામાં 25 ડિસેમ્બરના રોજ ભવ્ય સેલિબ્રેશન યોજવામાં આવશે. અંબાણી તથા પિરામલ પરિવારે ભવ્ય પૂજા યોજી છે. આ પૂજામાં દેશભરના જાણીતા મંદિરના પૂજારીઓ આવશે. આ ઉપરાંત અંબાણી પરિવાર 300 કિલો સોનું મંદિરમાં ચઢાવશે. તિરુપતિ બાલાજી, શ્રીનાથજી, દ્વારકા સહિતના વિવિધ મંદિરમાં મુકેશ-નીતા અંબાણી પ્રસાદ વહેંચવાના છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page