Sunday, May 19, 2024
Google search engine
HomeGujaratઆવું દૃશ્ય ક્યાંય નહીં જોયું હોય, આરતી સમયે દિવો આપો આપો ખસે...

આવું દૃશ્ય ક્યાંય નહીં જોયું હોય, આરતી સમયે દિવો આપો આપો ખસે છે

કહેવાય છે કે જ્યારે શ્રદ્ધાના વિષયની વાત આવે ત્યારે પુરાવા ન માંગવા જોઈએ. આવો જ એક દંગ કરી દેતો કિસ્સો ગુજરાતના મંદિરમાં સામે આવ્યો છે. જ્યાં ભગવાન સામે કરેલો દીવો આપોઆપ એક જગ્યાએથી રમતો રમતો ખસી બીજી જગ્યાએ જાય છે. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં શ્રીજી સોસાયટીમાં સુપ્રસિદ્ધ શ્રી યમુના મહારાણીજી હવેલી આવેલી છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે આવે છે. આ હવેલીમાં યમુના મહારાણીજીના સન્મુખ રમતો દીવો શ્રદ્ધાળુઓના દર્શનનું ખાસ આકર્ષણ બન્યો છે.

યમુનાજીની સન્મુખ પ્રગટાવેલો દીવો આ સ્થળે રમતો રમતો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસ્થાન કરે છે. જે સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે. સાથે-સાથે પાયલ (ઝાંઝર)નો ઝણકાર પણ સાંભળવા મળે છે.

આ અંગે હવેલીના મુખ્યાજી ગોપાલએ મીડિયાને જણાવ્યું હતું કે આશરે આઠેક ફૂટ જેટલા અંતરમાં રમતો આ દીવો થોડી વાર બાદ રામ થઈ જાય છે.

યમુનાજીના દર્શન દર વર્ષે અષાઢ માસમાં બંધ થઈ જાય છે. જે ચાર માસ પછી દેવ ઉઠી અગિયારસ (દેવ દિવાળી)થી પુનઃ શરૂ થાય છે. આ હવેલી ખાતે વિવિધ દર્શનોની ઝાંખી કરવા માટે વૈષ્ણવ ભાઈઓ-બહેનો તથા શ્રદ્ધાળુઓ નિયમિત રીતે આવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page