Wednesday, May 1, 2024
Google search engine
HomeInternationalભરચક ફ્લાઈટમાં પેસેન્જર્સની સામે જ પતિ-પત્ની સેક્સ્યૂઅલ એક્ટ કરવા લાગ્યા, થઈ ધરપકડ

ભરચક ફ્લાઈટમાં પેસેન્જર્સની સામે જ પતિ-પત્ની સેક્સ્યૂઅલ એક્ટ કરવા લાગ્યા, થઈ ધરપકડ

લોસ એન્જલ્સઃ પેસેન્જર્સથી ભરચક ફ્લાઈટમાં પતિ-પત્નીએ અશ્લીલ હરકત કરી હતી. ફ્લાઈટમાં સેક્સ્યુઅલ એક્ટને કારણે લેન્ડિંગ બાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને આ ઘટનાની તપાસ કરી હતી. આ ઘટના અમેરિકાની યુનાઈટેડ એરલાઈન્સ ફ્લાઈટની છે.

સજા મળીઃ
લોસ એન્જલ્સથી સેન એન્ટોનિયો વચ્ચે ઉડનારી યુનાઈડેટ એરલાઈન્સની ફ્લાઈટમાં આ ઘટના સામે આવી હતી. 48 વર્ષીય એનરિક ગોનઝલેઝ તથા તેની પત્નીને એક પેસેન્જરે અશ્લીલ હરકત કરતા જોયા હતાં. જેને કારણે એનરિકને સજા પણ મળી છે.

અડધો કલાક સુધી અશ્લીલ હરકત કરીઃ
એફબીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે સાક્ષીઓના મતે, ફ્લાઈટ્સમાં કેબિન લાઈટ્સ ડિમ થઈ અને આ બંનેએ અશ્લીલ ઘટના કરવાની શરૂ કરી હતી. જે અડધો કલાક સુધી ચાલી છે. એનરિકે એક પેસેન્જરે પોતાની અશ્લીલ હરકતો કરતા જોયો હતો તેમ છતાંય તેને આ હરકત બંધ કરવાને બદલે ચાલુ રાખી હતી.

પત્ની પર આરોપો નહીં
એનરિકની પત્નીએ કહ્યું હતું કે તેને પોતાની હરકત અંગે ખ્યાલ હતો. એરપોર્ટ પર લેન્ડ થતાં જ એનરિકની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં નાખી દેવામાં આવ્યો હતો પરંતુ બીજા દિવસે જામીન મળી ગયા હતાં. તપાસમાં પત્ની પર આરોપ લગાવવામાં આવ્યા નથી.

જેલ અથવા રૂપિયાની સજા
કોર્ટે એનરિકને દોષિત જાહેર કર્યો છે અને 90 દિવસની જેલ અથવા તો 35 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. વધુમાં યુનાઈટેડ એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું હતું કે ગ્રાહકોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. એનરિક હવે ક્યારેય આ એરલાઈન સાથે ટ્રાવેલ કરી શકશે નહીં. તેના પર બૅન મૂકવામાં આવ્યો છે.

એનરિકને ભૂલનો પસ્તાવોઃ
સુનાવણી દરમિયાન જજ રિચર્ડ ફરેરે સ્વીકાર્યું હતું કે આરોપીએ પહેલી જ વાર ભૂલ કરી છે. 3 ફેબ્રુઆરીએ બનેલી આ ઘટના સમયે ફ્લાઈટમાં 76 પેસેન્જર્સ હતાં. એક પેસેન્જરે ફ્લાઈટ ક્રૂ મેમ્બર્સને આ ઘટના અંગે માહિતી આપી હતી. આરોપીના વકીલે કહ્યું હતું કે એનરિક ફિઝિશિયન આસિસ્ટન્ટ હતો, જેણે પોતાની કરિયર છોડીને સામાજિક સેવા કરવાનું શરૂ કર્યું છે. વકીલે વધુમાં કહ્યું હતું કે એનરિક પોતાની માતા સાથે રહેવા માટે ટેક્સાસ જતો હતો, જે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. ફ્લાઈટમાં એનરિકથી મોટી ભૂલ થઈ અને તેનો તેને પસ્તાવો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page