ચાલુ પરીક્ષાએ ગુજરાતના વધુ એક સ્ટુડન્ટનું હાર્ટઅટેકથી મોત, ઉધરસ આવીને પાણી પીવડાવ્યું અને…

ગુજરાતમાં વધુ એક દુ:ખદ ઘટના સામે આવી છે. બોર્ડની ચાલુ પરીક્ષાએ અમદાવાદ અને નવસારીમાં બે સ્ટુડન્ટના હાર્ટઅટેકથી મોતના સમાચાર તાજા જ છે ત્યાં વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.  ધોરણ-10નો સ્ટુડન્ટ પેપર લખતી વખતે અચાનક પાટલી પર ઢળી પડ્યો હતો. મામૂસ દીકરીના મોતથી માતા-પિતા પર આભ તૂટી પડ્યં હતું. બીજી તરફ એક પછી સ્ટુડન્ટના મોતથી વાલીઓમાં ચિંતા પ્રસરી છે.

હવે ખેડા જિલ્લામાં સ્ટુડન્ટે ચાલુ પરીક્ષાએ આંખો મીચી દીધી છે. પ્રાપ્ત વિગત મુજબ માતર તાલુકાના માલાવાડા ખાતે રહેતો સ્નેહલ ભોઈ ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. હાલમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં સ્નેહલ ભોઈનો લીંબાસી નવચેતન હાઈસ્કૂલ માં નંબર આવ્યો હતો. જ્યાં તે બ્લોક નંબર એકમાં સોમવારે વિજ્ઞાાન વિષયની પરીક્ષા આપવા બેઠો હતો. દરમિયાન ચાલુ પરીક્ષાએ સ્નેહલને ગભરામણ થઈ તે પરસેવે રેબઝેબ થઈ જતા ત્યાં જ બેહોશ થઈ ગયો હતો જેથી પાટલી પર ઢળી પડ્યો હતો. જેથી સુપરવાઇઝરે તાત્કાલિક શાળા સંચાલક ને જાણ કરતા તેઓએ 108 દ્વારા સ્નેહલ ભોઈને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે સ્નેહલ ભોઇને મૃત જાહેર કરતાં પંથકમાં ભારે ગમગીની વ્યાપી જવા પામી હતી.

નવચેતન હાઈસ્કૂલના કેન્દ્ર સંચાલક હેમંતસિંહ મંડોરાએ મીડિયા સાથેની વાતતીચમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી પોતે વિકલાંગ હતો. જેથી તેને રોજ ઘરેથી લીંબાસ ખાતે ગાડીમાં વ્હીલચેરમાં બેસાડીને લાવવામાં આવતો હતો. બ્લોક નં-1 વિકલાંગ માટે છે, જેમાં બે વિદ્યાર્થી બેસે છે. આ વિદ્યાર્થી આજે 3જુ પેપર આપી રહ્યો હતો. દરમિયાન 10.36 વાગ્યે તેને ઉધરસ આવી હતી, જેથી તેની મમ્મીને બોલાવી પાણી આપવા જતા તેને ગભરામણ થઈ હતી. અન્ય શિક્ષક ડૉક્ટરને બલાવવા ગયા હતા. પરંતુ ડૉક્ટર આવે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

નવસારીમાં પણ સ્ટુડન્ટનું મોત થયું હતું
નવસારી શહેરના આશા નગર વિસ્તારમાં રહેતો શાહ પરિવારનો 18 વર્ષિય ઉત્સવ શાહ વિદ્યાકુંજ શાળાના ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. અગ્રવાલ કોલેજમાં આજે તેનું આંકડાશાસ્ત્ર નું પેપર હતું. ત્યારે બપોરે એક વાગ્યાના ના અરસામાં તેના પિતાને તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ગયા બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અમદાવાદમાં કોમર્સના સ્ટુડન્ટને હાર્ટ અટેક આવ્યો હતો
અમદાવાદમાં રખિયાલમાં આવેલી સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થી અમાન આરીફ શેખને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. એકાઉન્ટન્ટનું પેપર લખતી વખતે અટેક આવતાં સ્ટુડન્ટે વોમિટ થઈ હતી. થોડીવાર પછી સ્ટુડન્ટ બેંચ પર માથું રાખીને ઢળી ગયો હતો.જેને પગલે તેને સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Similar Posts