Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratરાજકોટમાં નબીરાઓએ મોજશોખ પૂરા કરવા ભંગાર ચોરવા લાગ્યા, વાંચીને તમે ચોંકી જશો

રાજકોટમાં નબીરાઓએ મોજશોખ પૂરા કરવા ભંગાર ચોરવા લાગ્યા, વાંચીને તમે ચોંકી જશો

રાજકોટમાં એક જ અઠવાડિયામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન બે જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. બર્થ ડે પાર્ટી ઉજવવા માટે ધનાઢ્ય માતા-પિતાના બાળકો ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ જેટલા ચોંકાવનારા અજીબોગરીબ કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાંજ યુનિવર્સિટી પોલીસ દ્વારા એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા બે જેટલા વિદ્યાર્થીઓની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. તેમજ બે દિવસ પૂર્વે ઇન્ટરનેટના માધ્યમથી સમલૈંગિક સંબંધ બાંધવા બાબતે બ્લેક મેઇલિંગ કરી રહેલા ચાર જેટલા શખ્સોને ધરપકડ કરી હતી. ત્યારે રાજકોટની એસએનકે તેમજ ધોળકિયા જેવી નામાંકિત સ્કૂલોમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું છે કે, કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરનો જન્મદિવસ હોય જેના કારણે પૈસાની તાતી જરૂરિયાત ઉભી થઇ હોય. પૈસાના કારણે ચોરી કરવાનો પ્લાન ત્રણ જેટલા મિત્રો એ બનાવ્યો હતો. જે માટે સ્કોર્પિયો તેમજ i20 કાર ભાડે કરવામાં આવી હતી. મિત્રો એ જુદી જુદી બાંધકામ સાઇટ રેકી પણ કરી હતી. ત્યારે 27 તારીખ ના રોજ રાત્રિના પોણા ત્રણ વાગ્યે ત્રણેય વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે બાંધકામ સાઇટ પર પહોંચ્યા હતા. બાંધકામ સાઇટ પરથી દોઢ સો કિલો જેટલા ભંગારની ચોરી કરી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા બાંધકામ સાઇટ ના માલિકે પોલીસને જાણ કરી હતી.

સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસે સીસીટીવીના આધારે ચોરી કરનાર શખ્સોને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડયા હતા. પોલીસે જ્યારે તમામ આરોપીઓને ઝડપી પાડયા ત્યારે તેમની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ કોઈ રીઢા ગુનેગાર નહીં પરંતુ તેઓ નામાંકિત સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ સૂત્રો તરફથી મળેલ માહિતી મુજબ પુખ્ત વયના આરોપી કૃષ્ણ પાલના પિતા જમીન મકાન લે-વેચ નું કામકાજ કરે છે. જ્યારે કે અન્ય એક સગીરના પિતા મેડિકલ સ્ટોર્સ ચલાવે છે જ્યારે કે બીજા સગીરાના પિતા મેડિકલ રીપ્રેઝન્ટેટિવ હોવાનું સામે આવ્યું છે. ત્રણે નબીરાઓ સુખી-સંપન્ન પરિવારના હોવાથી તેમની પાસે ઊંચી કિંમતના મોબાઈલ હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ અગાઉ પણ આરોપીઓએ મોજ મસ્તી માટે લોખંડ ભંગારની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page