Wednesday, April 17, 2024
Google search engine
HomeNational38 વર્ષની સાસુએ 25 વર્ષના જમાઈ સાથે ચલાવ્યું ચક્કર, એક દિવસ બંને...

38 વર્ષની સાસુએ 25 વર્ષના જમાઈ સાથે ચલાવ્યું ચક્કર, એક દિવસ બંને ઘરેથી નીકળ્યા અને…

સંબંધોને શર્મશાર કરતો એક શોકિંગ અને આઘાતજનક ઘટના બની છે. એક સાસુ અને જમાઈ પ્રેમમાં એકલા ગળાડૂબ થઈ ગયા હતા કે ત્યાંથી પાછુ ફરવું મુશ્કેલ બની ગયું હતું. આ અફેરનો અંજામ પણ દર્દનાક આવ્યો હતો. સાસુ અને જમાઈએ એવું પગલું ભર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

દોઢ વર્ષ પહેલાં થયા હતા લગ્ન
પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના બાડમેર જિલ્લાના કેરાવા ગામમાં રહેતા 25 વર્ષીય યુવક હોતારામના દોઢ વર્ષ પહેલાં 20 વર્ષીય ગીતા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. બે-ત્રણ દિવસ પહેલા જમાઈ હોતારામ પોતાની પત્ની સાથે સાસરિયામાં ખંટરિયા ગામ આવ્યો હતો. દરમિયાન જમાઈ હોતારામ અને 38 વર્ષીય સાસુ દરિયાબેન ઘરેથી નીકળી ગયા હતા. બંનએ 30 કિલોમિટર દૂર ખીજડીના ઝાડ સાથે લટકીને જીવનનો અંત આણ્યો હતો.

સાસુ-જમાઈ એક ફંદા પર લટકી ગયા
સાસુ અને જમાઈ એક જ ફંદા પર લટકી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ જ સ્થળ પર દોડી જઈને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. પોલીસે આ અંગે પરિવારને જાણ કરી હતી.

પ્રેમ-પ્રસંગ ખૂલ્યો
પોલીસના કહેવા મુજબ યુવકે હોતારામના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. સાસુ દરિયાબેન અને જમાઈ હોતારામ વચ્ચે સંબંધો બંધાયા હતા. પ્રમથ દ્રષ્ટિએ બંનેએ પ્રેમ-પ્રસંગના કારણે આતઘાત કર્યાનાનું માલુમ પડે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિસ્તારમાં આ બનાવે ખાસ્સી ચર્ચા જગાવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page