Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodરાખી સાવંતની માતાને કેંસર બાદ થયું બ્રેન ટ્યુમર, હોસ્પિટલમાંથી શેર કર્યો વીડિયો

રાખી સાવંતની માતાને કેંસર બાદ થયું બ્રેન ટ્યુમર, હોસ્પિટલમાંથી શેર કર્યો વીડિયો

અભિનેત્રી રાખી સાવંત, બિગ બોસ મરાઠીના ઘરમાંથી બહાર થઈ ગઈ છે. ઘરે પરત આવતાંની સાથે તેને એક ખરાબ સમાચાર મળ્યાં છે જે તેણે પોતાા ચાહકોની સાથે શેર કર્યાં છે. રાખીએ જણાવ્યું કે, માતા જયા ભેડાને કેંસર બાદ હવે બ્રેન ટ્યુમર પણ થઈ ગયું છે. તે મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે. અભિનેત્રીએ હોસ્પિટલમાંથી રડતો વીડિયો શેર કર્યો છે, જેમાં તેની માતાને પણ જોઈ શકાય છે.

વીડિયોમાં રાખી સાવંત કહે છે કે, તે રવિવાર રાતે જ બિગ બોસ મરાઠીમાંથી બહાર આવી છે. તેણે કહ્યું કે, ઘરે પરત ફર્યા બાદ મને ખબર પડી કે માતાની તબિયત સારી નથી. અમે હાલ હોસ્પિટલમાં છીએ. માતાને કેંસર છે અને હવે તેને બ્રેન ટ્યુમર થઈ ગયું છે. પ્લીઝ તમે તેમના માટે ભગવાનને પ્રાર્થના કરો. મારી માતાને પ્રાર્થનાની જરૂરી છે.

તેની આગળ કોઈ રાજેશ નામનો વ્યક્તિ આવે છે. રાખી તેને પૂછે કે કે શું થયું તો તે કહે છે કે, તેમના શરીરનો ડાબો ભાગ પેરાલાઈઝ થઈ ગયો હતો. અમે તેમને હોસ્પિટલ લઈને આવ્યા છીએ. જ્યાં તેમનું સીટી સ્કેન અને એમઆરઆઈ કરાવી હતી તો ખબર પડી કે તેમને બ્રેન ટ્યુમર છે. તેમને કેંસરની બિમારી તો પહેલાંથી છે.

એક ડોક્ટરે પણ રાખી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાખીની માતાને ફેફસાં સુધી કેંસર ફેલાઈ ગયું છે. તેમના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેનું રિપોર્ટ આવવાના હજુ બાકી છે. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે કે તેમને રેડીએશન થેરેપી કેવી રીતે અને કેટલી આપવી પડશે. રેડીએશન સિવાય બીજો કોઈ ઉપાય કામ કરશે નહીં.

રાખી સાવંતે ચાહકોને આગ્રહ કર્યો છે કે, તેની માતા માટે પ્રાર્થના કરો. તેનું કહેવું છે કે, હું માનું છું પ્રાર્થનાથી મારી માતાની તબિયતમાં સુધારો આવી શકે છે. તેના આ વીડિયો પર લાખો ચાહકો સહિત સેલેબ્સ પણ કમેન્ટ્સ કરી રહ્યાં છે. સિંગર અફસાના ખાને કમેન્ટ કરી છે કે, રાખી બહેન હિંમત રાખજે, વાહેગુરૂ, અલ્લા મેહર કરો. અભિનેત્રી મહિમા ચૌધરીએ લખ્યું કે, મારી પ્રાર્થના તેમની સાથે છે. હું તેમની સારી તબિયત માટે ભગવાનને પ્રાર્થના કરું છું. સોફિયા હયાતે કમેન્ટમાં કહ્યું કે, હું તમારી અને તમારી માતા માટે પ્રાર્થના કરું છું.

ઘણાં ચાહકોએ પણ રાખી અને તેની માતા માટે ભગવાનને પ્રાર્થના કરી છે. ચાહકો રાખી સાવંતની હોંસલો વધારી રહ્યાં છે. ઘણાં યુઝર્સનું કહેવું છે કે, બધું સારું થઈ જશે. રાખી સાવંતને રડતા જોઈ ચાહકો તેને હિંમત પણ આપી રહ્યાં છે. રાખી ઘણાં સમયથી બિગ બોસ મરાઠીમાં જોવા મળતી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page