Friday, April 12, 2024
Google search engine
HomeNationalમુંબઈમાં કમકમાટીભરી હત્યાનો પર્દાફાશ, ત્રણ મહિના પહેલા હત્યા કરી હતી

મુંબઈમાં કમકમાટીભરી હત્યાનો પર્દાફાશ, ત્રણ મહિના પહેલા હત્યા કરી હતી

મુંબઈ : મુંબઈના લાલબાગમાં ૨૩ વર્ષીય પુત્રીએ તેની જનેતાની નિર્દયપણે હત્યા કરી લાશના ટુકડા કરી પુરાવાનો નાશ કરતા હાહાકાર મચી ગયો હતો. ઈલેક્ટ્રોનિક માર્બલ કટર, ચોપર, કોયતાથી હાથ, પગ, માથુ કાપી શરીરના ટુકડા કર્યા હતા. આટલું જ નહીં ઠંડે કલેજે મર્ડર બાદ લાશના ટુકડા કબાટ અને પાણીની ટાંકીમાં રાખી નિર્દય પુત્રી અંદાજે ત્રણ મહિના સુધી બિન્દાસ્તપણે ઘરમાં જ રહી હતી. પોલીસને અને સંબંધીને ખોટી માહિતી આપી તેણે ગેરમાર્ગે દોર્યા હતા. પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી મામલાની વધુ તપાસ આદરી છે. માતા સાથે વારંવાર ઝઘડો થતો હોવાથી તેણે હત્યા કરી હોવાનું કહેવાય છે.

કાલાચૌકી પોલીસે વીણા પ્રકાશ જૈન (ઉ.વ.૫૫)ની હત્યાના આરોપસર તેની પુત્રી રિંપલ જૈન (ઉ.વ.૨૪)ની ધરપકડ કરી છે. હત્યાની આ ઘટનાથી સંપૂર્ણ વિસ્તારમાં ચકચાર જાગી હતી. લાલબાગમાં ઈબ્રાહિમ કાસમ ચાળમાં વીણા તેની પુત્રી સાથે રહેતી હતી. વીણા જૈનના ભાઈના સંતાન માસિક ખર્ચ ચૂકવવા તેમના ઘરે ગયા હતા. તે સમયે રિંપલે દરવાજો ન ખોલતા વીણાના મોટાભાઈની પત્ની, બીજા ભાઈની પત્ની, સંતાન ઘરે આવ્યા હતા.

બીજી તરફ વીણાને બે મહિનાથી જોયા ન હોવાનું તથા ઘરમાંથી દુર્ગંધ આવે છે એમ પાડોશીએ કહ્યું હતું. બાદમાં રિંપલે તેની માતા કાનપુર ગયા હોવાનું તેમને જણાવ્યું હતું. ત્યારબાદ સંબંધીએ રિંપલને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા.

જૈનની ભાઈએ તેમના ગુમ થવાનો પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસની એક ટીમ રિંપલના ઘરે ગઈ હતી. જ્યારે ઘરની સંપૂર્ણ તપાસ કરી ત્યારે શરીરના ટુકડા મળી આવ્યા હતા. તેણે માતાના હાથ અને પગ કાપીને પાણીની ટાંકીની અંદર રાખ્યા હતા. જ્યારે તેનું માથું અને ધડ પ્લાસ્ટીકની થેલીમાં ભરીને કબાટમાં રાખવામાં આવ્યા હતા.

પોલીસે લાશના ટુકડા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. આ ઉપરાંત ફોરેન્સિક લેબ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમ પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પૂછપરછ દરમિયાન રિંપલ વારંવાર નિવેદન બદલી બચવાનો પ્રયત્ન કરી રહી હોવાનું કહેવાય છે.

પોલીસને આરોપી રિંપલે કહ્યું હતું કે ‘માતા વીણા જૈન ૨૭ ડિસેમ્બર ઘરની બહાર ગેલેરીમાંથી નીચે પડી ગઈ હતી. ત્યારબાદ તેમના ઘરની નીચે ચાઈનિઝ હોટેલમાં કામ કરતા બે જણની મદદથી માતાને ઘરે લાવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page