Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratજામનગરમાં રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ અને મેયરને જાહેર કાર્યક્રમમાં બરાબરના ખખડાવ્યા

જામનગરમાં રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ અને મેયરને જાહેર કાર્યક્રમમાં બરાબરના ખખડાવ્યા

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવી ગયો છે. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ બાખડી પડ્યાં હતા. જામનગરના લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

કોઈક વાતે બાજી બગડી ને રિવાબા બગડ્યા
જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા, ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ અને ભાજપના જ મેયર બીનાબેન કોઠારી સહિત અન્ય ભાજપના અગ્રણીઓ અને નેતાઓ હાજર હતા ત્યારે કોઈક વાતે બાજી બગડતા ધારાસભ્ય રિવાબાએ મેયર બીનાબેન કઠારી અને સાંસદ પૂનમબેન માડમને બધાની સામે ખરી ખોટી સંભળાવી દીધી હતી.

ઔકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી: રિવાબા જાડેજા
ધારાસભ્ય રિવાબા જાડેજાએ પહેલાં મેયરને ખખડાવતા કહ્યું હતું કે, ઔકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવા જાય છે.

સી.આર.પાટીલે શું કહ્યું?
ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાતા ભાજપમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, હું આ ઘટના અંગે તપાસ કરાવીશ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page