Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratભરૂચમાં બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં એક જ પરિવારના 5 સભ્યોનાં...

ભરૂચમાં બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં એક જ પરિવારના 5 સભ્યોનાં મોત

ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં માતાપિતા અને બે દીકરીઓ સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે. જ્યારે કારમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા. હાંસોટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે ગઈકાલે વર્ના કાર અને વેન્યૂ કાર ધડાકાભેર સામસામે અથડાઈ હતી. બે કાર વચ્ચે જે અકસ્માત થયો છે. તેમાં વર્ના કારમાં સવાર ઈમ્તિયાઝભાઈ પટેલ, તેમના પત્ની સલમાબેન પટેલ, ઈમ્તિયાઝભાઈના પુત્રી મારિયા દિલાવર પટેલ અને બીજી દીકરી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી અનેન ઈમ્તિયાઝભાઈના ભાભી જમિલા પટેલના મોત નિપજ્યા છે.

વર્ના કારમાં સવાર પાંચ લોકોના મોત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે વર્ના કારમાં સવાર પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે વેન્યૂ કારમાં એરબેગ ખુલ્લી જતાં કારમાં સવાર લોકોનો જીવ બચી ગયો હતો. તો વર્ના કારમાં સવાર 2 વર્ષનું બાળક બચી ગયું હતું. સ્થાનિકોએ 2 વર્ષના બાળકને સાવચેતી પૂર્વ બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડ્યુ હતું. વર્ના અને વેન્યુ કાર વચ્ચેની ટક્કર એટલી ખતરનાક હતી કે બંને કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો.

સાઉદી અરેબિયામાં સાસરેથી પિયર આવેલી દીકરીનું મોત
ભરૂચના પરિવારને નડેલા અકસ્માતમાં જે પાંચ લોકોના મોત નિપજ્યા છે તેમાં ઈમ્તિયાઝભાઈની પુત્રી અફીફા સફવાન ઈલિયાસ અફીણીનો પણ સમાવેશ થાય છે. જે સાઉદી અરેબિયાના જેદ્દાહ ખાતે લગ્ન કરીને રહે છે અને હાલ વતન આવી હતી, જેનું આજરોજ સર્જાયેલ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું.

એક જ પરિવારના પાંચ લોકોનાં મોત
આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. પોલીસની તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં હુન્ડાઈ વર્ના કાર (GJ06 FQ 7311) ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે રજિસ્ટ્રર હોવાનું સામે આવ્યું હતું, જ્યારે હ્રુન્ડાઈ વેન્યુ કાર (GJ16 DG 8381) ભરૂચના હિરેન્દ્રસિંહના નામે રજિસ્ટ્રર હોવાનું સામે આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page