Friday, April 12, 2024
Google search engine
HomeGujaratદીકરાનો જન્મદિવસ જ બન્યો પિતા-પુત્રનો અંતિમ દિવસ, માતાની નજર સમક્ષ જ બર્થ-ડે...

દીકરાનો જન્મદિવસ જ બન્યો પિતા-પુત્રનો અંતિમ દિવસ, માતાની નજર સમક્ષ જ બર્થ-ડે બોયનું મોત

પ્રાંતિજ તાલુકાના ઓરણ ગામના શખ્સના પુત્રનો જન્મદિવસ હોઇ જન્મદિવસ મનાવવા રિક્ષામાં પોળો ફરવા જતા હતા. તે દરમિયાન બપોરે બે વાગે ઇડરના કડિયાદરા અને ચોટાસણની સીમમાં ઇકોએ રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં સવાર પિતા, પુત્ર અને અન્ય એક 2 વર્ષના બાળકનું મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. અકસ્માતમાં 10 જણાં ઘાયલ થયા હતા અને ઇકોના ચાલકને પણ નાની મોટી ઇજાઓ થઇ હતી. જન્મદિવસ મનાવવા જઇ રહેલા 6 વર્ષના બાળકનો મંગળવાર આખરી દિવસ બની ગયો હતો.

ઓરણ ગામના નરેન્દ્રસિંહ બાબુસિંહના દીકરા હેતાર્થનો જન્મદિવસ હોવાથી પોળોમાં રિક્ષા લઈ ફરવા જતા હતા. દરમિયાન મંગળવાર બપોરે 2 વાગે ઇડરના કડિયાદરા અને ચોટાસણ ગામ વચ્ચે ચોરીવાડ બાજુથી ફૂલ સ્પીડમાં આવી રહેલ ઇકો નં.જી.જે-09-બી.જી-6165 ના ચાલકે રિક્ષા નં. જી.જે-09-એ- 4662ને ટક્કર મારતાં રિક્ષાના ભૂક્કા નીકળી ગયા હતા અને રિક્ષામાં બેઠલા પિતા અને પુત્ર અને અન્ય એક 2 વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

રિક્ષામાં બેઠલ બે યુવકો, બે મહિલા અને બે બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે ઇડર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ લઈ જવાયા હતા.

ઇકોમાં એર બેગ ખૂલી જતાં ડ્રાઇવર ધવલભાઇ રાજેન્દ્રકુમાર મોદી રહે. જૂની મામલતદાર ઓફિસ પાસે ખેડબ્રહ્મા તેમજ તેમની બાજુમાં બેઠેલા ટિકેન્દ્રસિંહ વિજયસિંહ જેતાવત રહે. મેઘ તા.વડાલીને શરીરે નાની મોટી ઇજાઓ થતાં ઇડર સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page