Thursday, May 16, 2024
Google search engine
HomeBollywoodઆ સુપરસ્ટાર PPE કિટ પહેરીને કોરોનાગ્રસ્ત મૃતક દર્દીઓની લાશને પહોંચાડે છે સ્મશાન...

આ સુપરસ્ટાર PPE કિટ પહેરીને કોરોનાગ્રસ્ત મૃતક દર્દીઓની લાશને પહોંચાડે છે સ્મશાન ઘાટ

મુંબઈઃ ભારતમાં આ સમયે કોરોનાની સુનામી કોહરામ મચાવી રહી છે. અનેક નામી-અનામી લોકો કોરોનાના ભરડામાં આવી ગયા છે. અનેકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મુશ્કેલ સમયમાં સોનુ સૂદ, અક્ષય કુમાર, અજય દેવગન સહિતના સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે. તમામ લોકો પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા છે. જોકે, એક એવો સુપરસ્ટાર છે, જે લાશોને સ્માશન ઘાટ લઈ જઈને અંતિમ સંસ્કારમાં મદદ કરી રહ્યો છે.

કન્નડ સુપરસ્ટાર અર્જુન ગૌડા આ નેક કામ કરી રહ્યો છે. તેણે ‘રૂસ્તમ’ તથા ‘યુવારત્ન’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

અનેક કોરોનાગ્રસ્ત લોકોના અંતિમ સંસ્કાર કર્યાઃ આ મુશ્કેલ ઘડીમાં જ્યારે પરિવારના સભ્યો જ મોં ફેરવી લે છે ત્યારે અર્જુન લોકોની મદદે આવ્યો છે. અર્જુને કહ્યું હતું કે છેલ્લાં ઘણાં સમયથી તેણે 12થી વધુ કોરોનાગ્રસ્ત લોકોના અંતિમ સંસ્કાર કરાવ્યા છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. તે ધર્મ, જાતિના ભેદભાવ ભૂલીને મદદ કરી રહ્યો છે. તે દરેકને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરે છે. અર્જુને મદદ માટે એક એમ્બ્યુલન્સ લીધી છે. તે એમ્બ્યુલન્સમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી રહ્યો છે.

અર્જુન PPE કિટ પહેરીને એમબ્યૂલન્સ ચલાવી રહ્યો છે. તે કોરોગ્રસ્ત મૃતક દર્દીઓને સ્મશાન ઘાટ લઈ જઈને અંતિમ સંસ્કાર પણ કરે છે.

ઓક્સિજન પણ આપે છેઃ અર્જુને કહ્યું હતું કે તેણે એક દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને તે આગળ પણ આ જ રીતે મદદ કરશે. આગામી સમયમાં તે ફિલ્મને બદલે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં વધુ સમય આપશે. તે ઓક્સિજનની પણ મદદ કરી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page