Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratપૈસા તો ઘણા પાસે હોય પણ તેને આપવાનું જીગર તો ખજૂર પાસે...

પૈસા તો ઘણા પાસે હોય પણ તેને આપવાનું જીગર તો ખજૂર પાસે જ છે

સૌના પ્રિય ખજૂરભાઈએ વધુ એક વખત એવું કામ કર્યું છે કે જાણીને તમને નતમસ્તક થઈ જશો. ખજૂરભાઈની દીલદારી દિવસે ને દિવસે વધી રહી છે. આ દુનિયામાં પૈસા તો ઘણા લોકો પાસે છે, પણ એને આપવાનું કાળજું અમુક લોકો પાસે જ હોય છે, એમાંથી એક એટલે નીતિન જાની એટલે કે ખજૂરભાઈ. તેમનો વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કરેલા કામની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

આ અંગેનો વીડિયો ખુદ નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. જેમાં રોડ પર એક વૃદ્ધ મકાઈના ડોડા વેચી રહેલા જોવા મળે છે. ખજૂરભાઈની કાર ત્યાં જઈને ઉભી રહે છે. ખજૂરભાઈ ભાવ પૂછે છે તો વૃદ્ધ 40 રૂપિયા કિલો હોવાનું કહે છે.

ખજૂરભાઈ કહે છે કંઈક ઓછું કરો.’ વૃદ્ધ પૂછે છે કે ‘તમારે કેટલા લેવા છે. ખજૂરભાઈ કહે છે તમારી પાસે કેટલા છે. વૃદ્ધ કહે છે ચાર કિલો. ખજૂરભાઈ કહે છે 4 4 કિલોના કેટલા રૂપિયા. વૃદ્ધ કહે છે 160 રૂપિયા થાય તમે 10 ઓછા આપજો. 150 રૂપિયા આપજો.

ખજૂરભાઈ પૂછે કે અમેરીકન મકાઈ છે કે દેશી. વૃદ્ધ કહે દેશી છે. ખજૂરભાઈ કહે છે મને દેશી જ ભાવે છે. વૃદ્ધ મકાઈના ડોડા ખજૂરભાઈને આપે છે. પછી ખજૂરભાઈ પૂછે છે કે કેટલા રૂપિયા આપવાના.

વૃદ્ધ કહે છે કે આપણે વાત તો થઈ. હું 10 રૂપિયા ખોટ ખાયને આપું છું, તમે કંઈ ખોટ નથી ખાતા. ત્યાં જ ખજૂરભાઈ 100 રૂપિયાની નોટનું મોટું બંડલ (અંદાજે 10 હજાર રૂપિયા) વૃદ્ધના હાથમાં મૂકે છે.

નોટનું બંડલ જોઈને વૃદ્ધ ભાવુક અને ગદગદિત થઈ જાય છે. ખજૂરભાઈ પૂછે છે બરોબર છે ને. વૃદ્ધ કહે હા બરોબર છે. ખજૂરભાઈ કહે છે ગણી લો. વૃદ્ધ કહે છે ભગવાન ગણ છે તમે કહો એમ.

પછી ખજૂરભાઈ પૂછે કે ઘરે જઈને શું કરશો. તો વૃદ્ધ કહે છે કંઈ નહીં ખાય પીને સૂઈ જઈશ. ખજૂરભાઈ કહે છે ચાલો જય માતાજી. વૃદ્ધ કહે છે ભગવાન તમારું ભલુ કરે અને કંઈ તકલિફ થઈ હોય તો માફ કહજો સાહેબ. વૃદ્ધની આંખોમાં આદરભાઈ જન્મે છે અને ખજૂરભાઈ ત્યાંથી રવાના થાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page