Thursday, April 11, 2024
Google search engine
HomeNationalમહાદેવનું અપમાન, બે યુવકોએ બિયરથી શિવલિંગનો અભિષેક કર્યો, શેર કરી આને પકડાવો

મહાદેવનું અપમાન, બે યુવકોએ બિયરથી શિવલિંગનો અભિષેક કર્યો, શેર કરી આને પકડાવો

બે યુવકોએ ક્યારેય માફ ન કરી શકાય એવું ભગવાન ભોળાનાથનું અપમાન કર્યું છે. દારૂના નશામાં બે યુવકોએ શિવલિંગને બિયરથી અભિષેક કર્યો હતો. એટલું જ નહીં તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ત્યાર બાદ લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. બંને નરાધમનોને જલદીથી પકડીને કડડકમાં કડક સજાની માંગ ઉઠી છે.

આ વીડિયો ચંદીગઢ આસપાસનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં જે યુવકો છે એમાંથી એક ચંદીગઢના સેક્ટર 26માં રહે છે. જેનું નામ નરેશ ઉર્ફે કાલિયા હોવાનું જાણવા મળે છે. વીડિયોના બેકબ્રાઉન્ડ્માં ભોલેબાબાનું મ્યુઝિક પણ ચલાવ્યું હતું. આ વીડિયોને કોઈ ત્રીજા સાથીદારે શૂટ કર્યો હતો.

બીજી તરફ વીડિયો બહાર આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ કાર્યકરોએ આઈટી પાર્ક પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ કરી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ સ્ટેશન બહાર ધરણાની ચેતવણી આપવામાં આવી છે. હિન્દુ પરિષદના ગિરી પંચાનને કહ્યું હતું કે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ. તેમણે કહ્યું હતુ કે જો આરોપીઓ સામે સખત કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

સમાજસેવક અરવિંદસિંહે જણાવ્યું હતું કે આ ભોળાનાથનું અપમાન છે અને આરોપીને પકડીને તની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ કૃત્ય સામે હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો ચંદીગઢ પોલીસને અધિકારીઓને મળીને આરોપીની ધરપકડની માંગ કરશે. જો પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો રોડ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page