Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratકિંજલ દવેએ ખરીદી મર્સિડિઝ કાર, સિંગરે સ્ટેટ્સમાં મૂકી નવી કારની તસવીર

કિંજલ દવેએ ખરીદી મર્સિડિઝ કાર, સિંગરે સ્ટેટ્સમાં મૂકી નવી કારની તસવીર

કિંજલ દવે નામ જ કાફી છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે કિંજલ દવેને નહીં ઓળખતો હોય. ત્રણ વર્ષ પહેલાં ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાઈને રાતોરાત ગુજરાતીઓના દિલમાં વસી ગયેલી કિંજલનું જીવન ખૂબ સંઘર્ષમય વીત્યું છે. કિંજલના પિતા હિરા ઘસતા અને એક રૂમના ભાડાના મકાનમાં રહેતા. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું હતું. હવે સૌથી મોંઘી કાર ખરીદીને ફરી ચર્ચા જગાવી છે.

ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ ફરી ધમાકો મચાવ્યો છે. કિંજલ દવેએ મર્સિડિઝ કાર ખરીદી હોવાના અહેવાલ છે. આ અહેવાલ કિંજલ દવેએ મૂકેલા એક સ્ટેટ્સના કારણે વહેતા થયા છે. કિંજલ દવે એ સોશ્યલ મીડિયા સ્ટેટ્સમાં મર્સિડિઝ કારની એક તસવીર મૂકી છે. જોકે કિંજલ દવેએ કાર ખરીદી હોય એવા સમાચારને હજી સત્તાવાર સમર્થન મળ્યું નથી

કિંજલ દવેએ તેના સ્ટેટ્સમાં mercedes GLS #added કરીને એક કારનો પોસ્ટ કર્યો છે. જેના કારણે ફેન્સ કિંજલ દવેએ આ કાર ખરીદી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. mercedes GLS કારની કિંમત અંદાજે સવા કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

દોઢ વર્ષ પહેલાં ખરીદી હતી કિયા સેલ્ટોસ
નોંધનીય છે કે કિંજલ દવેએ દોઢ વર્ષ પહેલાં ઓક્ટોબર 2020માં કિયા કંપનીની સેલ્ટોસ કાર ખરીદી હતી. બ્લેક કલરની આ કાર કિંજલ દવે તેના પિતાને ગિફ્ટ કરી હતી. આ કારની કિંમત 18 લાખ આસપાસ છે. આ પહેલાં કિંજલ દવે પાસે ઈનોવા કાર હતીત

જીજ્ઞેશ કવિરાજે પણ 10 દિવસ પહેલાં ખરીદી હતી મર્સિડિઝ કાર
ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા સિંગર જીજ્ઞેશ કવિરાજે પણ મર્સિડિઝ કાર ખરીદી હતી. ખુદ જીજ્ઞેશ કવિરાજે પોતાા સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નવી કારની તસવીરો પોસ્ટ કરી હતી. પરિવારે નવી કાર સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. નોંધનીય છે કે જીજ્ઞેશ કવિરાજે બે વર્ષ પહેલા ફોર્ચ્યુનર ખરીદી હતી.

ખૂબ સંઘર્ષ કરીને આગળ આવી છે કિંજલ દવે
કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા. કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું. આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો. ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું, જેમાંથી બે વાર ચા બનતી.

કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા. કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ. પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો. સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી. કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું. કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં ‘જોનડિયો’ નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો. આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું. ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી.

કિંજલ ભણવાની સાથે સ્ટેજ પ્રોગામ કરતી. કિંજલ દવેને પિતા ઉપરાંત મનુભાઈએ રબારીએ સપોર્ટ કરતાં તેનો સિતારો ચમકવા લાગ્યો. મનુભાઈ રબારીએ કિંજલને અનેક આલ્બમમાં ચમકવામાં મદદ કરી.  વર્ષ 2017માં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ. આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ. ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી. કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી.

હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે.

કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે. કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે. કિંજલને ચહેર માતાજી અપાર શ્રદ્ધા છે. તે ગામડે આવેલા ચહેર માતાજીના મંદિર અવાર-નવાર દર્શન કરવા જાય છે. લાખો ચાહકોના દિલમાં રાજ કરનાર કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી. પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.

કિંજલના મંગેતર પવન જોષીના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. કિંજલ દવેએ 100થી વધુ ગુજરાતી આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો છે.

કિંજલના દરેક ગીત યુટ્યૂબ પર રેકોર્ડબ્રેક વ્યૂ મેળવે છે. તેના વીડિયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે. કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પોગ્રામ કરી પોતાના અવાજના જાદૂથી ગુજરાતીઓમાં આકર્ષણ ઉભું કર્યું છે. કિંજલ દવે આ વર્ષે અથવા આવતા વર્ષે લગ્ન કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page