Wednesday, April 10, 2024
Google search engine
HomeNational2021માં પાસ થયેલા લોકોને ક્યાંય નોકરી નહીં મળે? HDFC બેંકે શું કહ્યું?

2021માં પાસ થયેલા લોકોને ક્યાંય નોકરી નહીં મળે? HDFC બેંકે શું કહ્યું?

નવી દિલ્હીઃ આજકાલ સો.મીડિયામાં એક જાહેરાત ઘણી જ વાઇરલ થઈ છે. આ જાહેરાત એચડીએફસી બેંકની છે. આ જાહેરાતમાં જે વાત લખવામાં આવી છે, તેને કારણે સો.મીડિયા યુઝર્સ ઘણી જ મજાક ઉડાવી રહ્યા છે.

આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે 2021માં પાસ થયેલા વિદ્યાર્થીઓ આ નોકરી માટે લાયક નથી. સો.મીડિયામાં આ જાહેરાતની ઘણી જ ચર્ચા થઈ હતી. લોકોએ કહેવાનું શરૂ કર્યું હતું કે 2021માં પાસઆઉટ થયેલી બેંચને કોરોના બેંચ કહેવામાં આવે છે. આથી બેંક આ બેંચને અરજી કરવાની ના પાડી છે.

આ જાહેરાતમાં મદુરાઈમાં એચડીએફસી બેંકમાં ભરતી હોવાનું કહેવામાં આવ્યું છે, જેમાં શરત સાંભળીને લોકો ચમકી ગયા હતા. જાહેરાત પ્રમાણે, ગ્રેજ્યુએટ માટે વોક ઇન ઇન્ટરવ્યૂની વાત કરવામાં યાવી હકી. કહેવામાં આવ્યું હતું કે ભરતી મદુરાઈ, શિવંગગઈ, વિરુધુનગર માટે છે. આથી ઈન્ટરવ્યૂ 3 ઓગસ્ટ, 2021ના રોજ ફિક્સ કરવામાં આવ્યો છે.

બ્રાંચ સેલ્સ ઓફિસરની નોકરી માટે ન્યૂઝ પેપરમાં છપાયેલ જાહેરાત વાઇરલ થઈ છે. જોકે, જાહેરાત વાઇરલ થતાં બેંકે સ્પષ્ટતા કરી હતી કે તે ટાઇપિંગ એરર હતી. સ્પોકપર્સને કહ્યું હતું કે આ એક ટાઇપો એરર હતી અને ભૂલ માટે તેઓ દિલગીરી વ્યક્ત કરે છે. જે પણ ઉંમરની સીમા તથા શરત પૂરી કરે છે, તેઓ આવેદન કરી શકે છે. સાચી જાહેરાત અખબારોમાં છાપવા માટે આપી દીધી હતી.

જૂની જાહેરાત વાઇરલ થયા બાદ બીજા દિવસે નવી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે અંદાજે 200 લોકો સામેલ થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page