Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalદૂધ વેચવા માટે ખરીદ્યું 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર, ખેતરમાં બનાવ્યું હેલીપેડ ને...

દૂધ વેચવા માટે ખરીદ્યું 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર, ખેતરમાં બનાવ્યું હેલીપેડ ને પાયલટ રૂમ

ભિવંડીઃ ‘દીકરા નોકરી ના મળતી હોય તો દૂધ વેચવાનું શરૂ કરી દે…’ આ વાત સાંભળીને કહેવાતા ભણેલા ગણેલા લોકો નારાજ થઈ જાય છે. તેઓ એવો જવાબ આપે છે કે હું દૂધ વેચવાનું કામ કરું? તેઓ દૂધ વેચવાને નાનું અને તુચ્છ કામ સમજે છે. જોકે, કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. જો કામ મન લગાવીને કરવામાં આવે તો ગમે તે કામ કરીને પૈસા કમાઈ શકાય છે. આજે આપણે એવા દૂધવાળાની વાત કરીશું, જેણે 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદ્યું.

પહેલી જૂનના રોજ વર્લ્ડ મિલ્ક ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આજે આપણે દેશના એવા અમીર દૂધવાળાની વાત કરીશું, જેણે દૂધ વેચવા માટે ખાસ 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદ્યું છે. જનાર્દન ભોઈર મહારાષ્ટ્રના ભિવંડીમાં રહે છે. તે દૂધનો વેપારી તથા ખેડૂત છે. આ ઉપરાંત તેનો રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ છે. તેની પાસે 100 કરોડથી વધુ કિંમતની પ્રોપર્ટી છે. તેણે આ બધું જ દૂધ વેચીને તથા ખેતી કરીને ભેગું કર્યું છે.

થોડાં સમય પહેલાં જનાર્દને દૂધનો બિઝનેસ વધારવા માટે 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદ્યું હતું. સામાન્ય રીતે અંબાણી તથા અદાણી જેવા અબજોપતિ બિઝનેસમેન પોતાની પાસે અંગત ચાર્ટર પ્લેન રાખતા હોય છે. જોકે, એક દૂધવાળો હેલિકોપ્ટર ખરીદે તે વાત ઘણાં લોકોને હજમ થઈ નહોતી.

દૂધનો વેપારી જનાર્દન પોતાના બિઝનેસન માટે દેશના અનેક રાજ્યો તથા વિદેશ જવાનું હોય છે. આવવા-જવામાં ઘણો જ સમય બગડે છે. આ સમય બચાવવા માટે તેણે હેલિકોપ્ટર ખરીદ્યું હતું. તેણે પોતાની અઢી એકર જમીન પર હેલીપેડ બનાવ્યું છે. આ ઉપરાંત પાયલટ રૂમ તથા ટેક્નિશિયન રૂમ પણ છે. હેલિકોપ્ટર માટે રાઉન્ડ પટ્ટી તથા અન્ય બાબતો પણ બનાવવામાં આવી છે.

જ્યારે જનાર્દન પહેલી જ વાર હેલિકોપ્ટર લઈને આવ્યો ત્યારે આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. દરેક વ્યક્તિ હેલિકોપ્ટરમાં બેસવા ઉત્સુક હતી. જનાર્દને અનેક લોકોને હેલિકોપ્ટરમાં બેસાડીને રાઉન્ડ મરાવ્યો છે. જનાર્દન મહિનાના 15 દિવસ ડેરીના કારોબારને કારણે પંજાબ, ગુજરાત, હરિયાણા તથા રાજસ્થાન જાય છે. તો રિયલ એસ્ટેટના કામ અર્થે પણ ટૂર કરવી પડે છે. પોતાનું હેલિકોપ્ટર હોવાથી તેનો ઘણો જ સમય બચી ગયો છે.

એક તરફ રાજ્ય સરકાર દૂધનું ઉત્પાદન વધે તે માટે ખેડૂતોને સબસિડી આપે છે. તો બીજી બાજુ કેટલાંક દૂધના વેપારી ટેક્નિકલ વસ્તુઓની હેલ્પની મદદથી દૂધનો ઉત્પાદન વધારી રહ્યાં છે. આજકાલ આધુનિક ટેક્નિકને કારણે દૂધ દોહવાથી લઈને ગ્રાહકના વાસણ સુધી પહોંચાડવા સુધી હાથ લગાવ્યા વગર કામ થઈ જાય છે. જનાર્દનની ડેરીમાં આધુનિક ટેક્નિક છે. તેમની ડેરીનું દૂધ હજારો લોકો સુધી પહોંચે છે. આશા છે કે આ દૂધવાળાની વાતથી અન્ય લોકોને પ્રેરણા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page