Thursday, May 16, 2024
Google search engine
HomeNationalઆ છે દેસી શકિરા, એકવાર લટકા ઝટકા જોશો તો બધું જ ભૂલી...

આ છે દેસી શકિરા, એકવાર લટકા ઝટકા જોશો તો બધું જ ભૂલી જશો એ નક્કી

જયપુરઃ જ્યારે પણ હરિયાણવી ડાન્સર તથા સિંગરની વાત આવે તો તરત જ મનમાં સપના ચૌધરીનું નામ આવે છે. જોકે, દેશમાં માત્ર સપના ચૌધરી એક જ નથી, જેના લાખો દીવાના છે. સપના ચૌધરીને બરોબરની ટક્કર આપવા માટે ગૌરી નૌગરી આવી ગઈ છે. ગૌરી નાગૌરી રાજસ્થાની ડાન્સર છે, પરંતુ તે હરિયાણવી ગીતો પર પણ ઠુમકા લગાવે છે.

ગૌરી નાગૌરીનું સાચું નામ ગૌરી મલિક છે. જ્યારે તે 9 વર્ષની હતી ત્યારે તેણે ડાન્સ શરૂ કરવાનું શરૂ કર્યું હતું. તેના પિતા ખાલુ મલિકે દીકરીને ડાન્સ શીખવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ગૌરી જ્યારે નાની હતી ત્યારે ટીવી પર શકિરાને જોતાં જોતાં ડાન્સ કરતી હતી. આજે ગૌરી નાગૌરીને રાજસ્થાનની શકિરા કહેવામાં આવે છે.

ગૌરી મલિક રાજસ્થાનના નગૌર ગામના એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેના ઠુમકા તથા અદાથી આબાલ-વૃદ્ધ તમામ લોકો મદહોશ થઈ જાય છે. ગૌરીએ અનેક સ્ટેજ શો કર્યાં છે. જોકે, તેનું રાજસ્થાની ગીત ‘લે ફોટો લે’ રિલીઝ થયા બાદ તેની લોકપ્રિયતામાં ઘણો જ વધારો થયો છે. ગૌરીએ સપના ચૌધરી સાથે પણ સ્ટેજ પર પર્ફોર્મ કર્યું છે.

ગૌરીએ રાજસ્થાનના નાગૌરની ઘોંટિયા હાયર સેકેન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે જોધપુરની નારાયણ વ્યાસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 2017માં ગૌરીના એક ડાન્સ પર્ફોર્મન્સ પર વિવાદ થયો હતો. ગૌરીને રાજસ્થાનની એક સ્કૂલમાં ડાન્સ માટે બોલાવવામાં આવી હતી. અહીંયા બાળકોની સાથે પેરેન્ટ્સ પણ હતાં. સ્ટેજ પર ગૌરીના લટકા ઝટકા જોઈ પેરેન્ટ્સનું શરમથી માથું ઝૂકી ગયું હતું. પેરેન્ટ્સને લાગ્યું કે આ ડાન્સ બાળકોને જોવાલાયક નહોતો અને પેરેન્ટ્સ નારાજ થયા હતા અને હંગામો કર્યો હતો.

ગૌરી ડાન્સર હોવાની સાથે સાથે ફિટનેસ ફ્રિક પણ છે. તેને કૂતરાઓ પ્રત્યે ખાસ પ્રેમ છે. ગૌરીને ડાન્સની સાથે ગીત ગાવાનો પણ શોખ છે. તેને ફરવા જવું ઘણું જ ગમે છે. તેને રોયલ એનફીલ્ડ બુલેટ ચલાવવું ગમે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page