|

સગી માને મારી નાખી છતાં દીકરાને ના આવી સહેજેય દયા, મિત્ર સાથે મળીને બનાવ્યો હતો પ્લાન

બિજનોરઃ ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક અરેરાટી કરાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા માતાના ઠપકાને કારણે કળિયુગી દીકરાએ મિત્ર સાથે મળીને માતાની હત્યા કરીનાખી હતી. પોલીસને મોબાઇલ સર્વિલાન્સના માધ્યમથી હત્યારા દીકરા અને મિત્રની ધરપકડ કરી છે. પોલીસે બંનેને જેલ ભેગા કરી દીધા છે.

શેરડીના ખેતરમાં લાશ પડી હતીઃ બિજનૌર પોલીસ સ્ટેશન કિરતપુરના ગામ પિત્તન ખેડીમાં 23 ઓગસ્ટના રોજ એક મહિલા નૌતા દેવી તીજના અવસર પર પિયર ગઈ હતી. જોકે, મોડી સાંજ સુધી તે પિયર ના આવતા પિતાએ સાસરીયે તપાસ કરી હતી. સાસરીયેથી સમાચાર મળ્યા કે તે પિયર માટે વહેલી સવારે જ નીકળી ગઈ હતી. જ્યારે મહિલા પિયર ના પહોંચી તો તેની શોધખોળ કરવામાં આવી હતી. બીજા દિવસે મહિલાની લાશ તેના ઘરની નજીક શેરડીના ખેતરમાંથી મળી આવી હતી.

સર્વિલાન્સની મદદથી જાણ થઈઃ ઘટના અંગે એસપીએ એસઓજી ટીમ સહિત પોલીસ સ્ટેશન કિરતપુરને હત્યાના ભેદનો ઉકેલ લાવવાનું કહ્યું હતું. પોલીસ તથા એસઓજી ટીમે સર્વિલાન્સની મદદથી આ આખી ઘટના ઉકેલી હતી. મૃત મહિલાના દીકરા શુભમ તથા તેના સાથી પંકજની ધરપકડ કરવામાં આવી હતી.

નશાખોર છે યુવઃ એસપી ડો. ધર્મવીર સિંહે કહ્યું હતું કે શુભમ તથા પંકજ બંને નશાખોર છે. પંકજે શુભમને રૂપિયાની લાલચ આપીને સ્મેક વેચવાના ધંધામાં સામેલ કરવા માટે તેની માતાને કહ્યું હતું. આ ધંધા અંગે માતાએ પોતાના દીકરા શુભમને ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી નારાજ શુભમે મિત્ર પંકજ સાથે મળીને માતાની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

બંને જેલમાંઃ એસપી ડોક્ટર ધર્મવીર સિંહે કહ્યું હતું કે તીજના તહેવાર પર નૌતાદેવી પિયર જતી હતી તે સમયે શુભમે સાથી સાથે મળીને માતાના ચહેરા પર કાળું કપડું નાખ્યું હતું અને સાડીથી ગળું દબાવી નાખ્યું હતું. લાશને શેરડીના ખેતરમાં મૂકીને બંને ફરાર થઈ ગયા હતા. પોલીસે દીકરા તથા સાથી પંકજની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.