Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodએક્ટ્રેસે કહ્યું, પ્રોડ્યૂસરે રોલ માટે હીરોની પથારી ગરમ કરવાનું કહ્યું હતું

એક્ટ્રેસે કહ્યું, પ્રોડ્યૂસરે રોલ માટે હીરોની પથારી ગરમ કરવાનું કહ્યું હતું

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ કિશ્ચર મર્ચન્ટે એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી હતી. હાલમાં કિશ્ચર પ્રેગ્નન્ટ છે. કિશ્ચરે કહ્યું હતું કે તે બિગ સ્ટાર તથા બિગ પ્રોડ્યૂસર સાથે કામ કરવાની હતી. જોકે, એક ઘટના બાદ તેણે આ ફિલ્મ છોડવી પડી હતી. આ ઉપરાંત કિશ્ચરે પતિ અને પ્રેગ્નન્સી અંગે વાત કરી હતી.

કિશ્ચરે ‘ભેજા ફ્રાય 2’, ‘હમ તુમ’ તથા ‘શબાના’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હતો. તો તેણે કહ્યું હતું કે તેની સાથે એક વાર આવું થયું હતું. તે જ્યારે મિટિંગમાં ગઈ ત્યાં તેને કાસ્ટિંગ કાઉચની ઓફર થઈ હતી. આ મિટિંગમાં તે તેની માતા સાથે ગઈ હતી.

વધુમાં કિશ્ચરે કહ્યું હતું કે તેને કહેવામાં આવ્યું હતું કે તેણે હીરો સાથે રાત વિતાવવી પડશે. તેણે પૂરી વિન્રમતા સાથે આ ઓફરનો અસ્વીકાર કર્યો હતો. તેણે એમ કહ્યું હતું કે તે હીરો કે પ્રોડ્યૂસરના નામ કહી શકે તેમ નથી, પરંતુ તે બિગ સ્ટાર્સ છે.

કિશ્ચર મર્ચન્ટે એમ પણ કહ્યું હતું કે આ અનુભવ બાદ પણ તેણે ક્યારેય હાર માની નહોતી. તેનું ફોકસ હંમેશાં કામ પર રહ્યું છે. તેને ટીવી વધુ પસંદ છે. તેને સારું અને વધુ કામ મળતું રહ્યું છે. તે પોતાની કરિયરથી ઘણી જ ખુશ છે.

પ્રેગ્નન્સી અંગે કિશ્ચર મર્ચન્ટે કહ્યું હતું કે તેની માતા તેને ફેમિલી પ્લાનિંગ અંગે કહેતી હતી. તેની માતા નાની બનવા માગતી હતી. તે પ્રેગ્નન્ટ થઈ તેના એક વીક પહેલાં જ તેની માતાએ તેને એગ્સ ફ્રીજ કરાવવાનું કહ્યું હતું. ડિલિવરી બાદ કિશ્ચર ફરી કામ શરૂ કરશે.

કિશ્ચર 40ની ઉંમરમાં પ્રેગ્નન્ટ થઈ હતી. તે ડિલિવરી બાદ એક વર્ષનો બ્રેક લેશે અને ત્યારબાદ જ કામ શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે કિશ્ચર તથા સૂયશ લગ્ન પહેલાં છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. બંનેના લગ્નને ચાર વર્ષ થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page