Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightમોડલે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાનો કર્યો દાવો, યુવકે આ રીતે ખોલી નાખી...

મોડલે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાનો કર્યો દાવો, યુવકે આ રીતે ખોલી નાખી પોલ

બોર્ડોઃ ફ્રાન્સના બોર્ડોની એક મૉડેલ અને ટીવી સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યા પછી ખૂબ જ ટ્રોલ થઈ હતી. મૉડલે વિમાનમાં ક્લિક કરેલો ફોટો શેર કર્યા પછી લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ ફોટોમાં તે બિઝનેસ ક્લાસમાં જોવા મળી રહી છે, પણ આ જ વિમાનમાં ટ્રાવેલ કરી રહેલાં એક યુવકે મૉડેલના ફોટોની પોલ ખોલી દીધી હતી.

ફ્રાન્સના બોર્ડોની 27 વર્ષીય મૉડેલ ઓશન એલ હિમરે ગયાં અઠવાડિયે દુબઈથી મોનાકો માટે વિમાનમાં ટ્રાવેલ કર્યું હતું. આ ટ્રાવેલ દરમિયાન તેણે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં ખુદનો એક ફોટો ક્લિક કર્યો હતો. જેને પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર મૉડેલે જે ફોટો પોસ્ટ કર્યો તેમાં તેણે લીલા અને રીંગણી કલરનો ટ્રેક સૂટ પહેર્યો હતો. આ ફોટો પર કેપ્શનમાં લખ્યું છે કે, ‘આગામી ડેસ્ટિનેશન મોનાકો છે.’ મૉડેલ દ્વારા પોસ્ટ કરવામાં આવલાં આ ફોટો પર એક લાખથી વધુ લાઇક મળ્યા છે.

જોકે, આ ફોટોને તેમના પ્રશંસકો લાઇક કરી રહ્યા હતાં. એટલામાં એક યુવકે ટ્વિટર પર મૉડેલનો બીજો એક ફોટો શેર કરી દીધો હતો. આ ફોટોમાં મૉડેલ એ જ કપડામાં વિમાનના ઇકોનોમી ક્લાસની સીટ પર બેસેલી જોવા મળી હતી. જે કપડામાં તેણે બિઝનેસ ક્લાસના ફોટો ક્લિક કર્યો હતો.

ટ્વિટર પર ઓશનનો આ ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે, ‘ઓશન એલ હિમર આ ઇકોનોમી લોલ.’ જોકે, આ ફોટો પોસ્ટ કર્યાં પછી ઓશન ગુસ્સે થઈ ગઈ અને બંને ફોટો અંગે હોબાળો થઈ ગયો. બંને ફોટો પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. એક યૂઝરે લખ્યું કે, ‘આ માત્ર દુખની વાત છે.’ તો અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘જેવું તમે કરો છો એવો જ દેખાડો કરો.’

આ ઉપરાંત અન્ય એક યૂઝરે લખ્યું. ‘તે ટીવી પર છે તેનો અર્થ એવો નથી કે તે બિઝનેસ ક્લાસમાં આવે જાય છે.’ ઉલ્લેખનીય છે કે, ઓશન પોતાની ફ્લાઇટને અપગ્રેડ કરવાના બહાને આ બાબતે પકડાઈ જનાર પહેલી સ્ટાર નથી.

વર્ષ 2017માં રેપર બો વૉવે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર રિયાલિટી શૉ ગ્રોઇંગ અપ હિપ હૉપ અટલાન્ટાના પ્રચાર દરમિયાન ખાનગી જેટથી યાત્રા કરવામાં પોતાના પ્રસંશકો સામે મોટી વાત કરી હતી, પણ દુર્ભાગ્યવશ તેમના માટે એક ઇગલઆઇડ એરલાઇન યાત્રીએ એક નિયમિત વ્યવસાયિક ફ્લાઇટ પર ન્યૂયોર્કની યાત્રા કરતાં તેમનો એક ફોટો ક્લિક કરી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page