Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratફેનિલના ચુંગલમાંથી ગ્રીષ્માને છોડાવવા પરિવારજનો બે હાથ જોડીને વિનંતી કરી કે ‘ગ્રીષ્માને...

ફેનિલના ચુંગલમાંથી ગ્રીષ્માને છોડાવવા પરિવારજનો બે હાથ જોડીને વિનંતી કરી કે ‘ગ્રીષ્માને છોડી દે…’

ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ ફક્ત સુરત શહેરમાં જ નહીં સમગ્ર રાજ્યમાં ગમગનીનો માહોલ સર્જી દીધો છે. ગ્રીષ્મા વેકરિયા કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે. જે દિવસે ઘટના સર્જાઈ દિવસની વિગતો બહાર આવી છે જે જાણીને તમે ચોંકી જશો. જે દિવસ બનાવ બન્યો એ દિવસે પરિવારજનો સહિત લોકો બે હાથ જોડીને વિનંતી કરી રહ્યાં હતાં કે મહેરબાની કરીને હાલ ગ્રીષ્માને છોડી દે બાદમાં તારે લગ્ન કરવા હોય તો તેના લગ્ન ગ્રીષ્મા સાથે કરાવી દઈશું પણ હાલ ગ્રીષ્માને છોડી દે પરંતુ તે યુવાન સહેજ પણ માન્યો નહીં. નોંધનીય છે કે, હજી કોઈ માનવા તૈયાર જ નથી કે એક ટપોરીએ ફુલ જેવી મામૂસ દીકરી ગ્રીષ્માને જાહેરમાં રહેંસી નાંખી. બીજી તરફ પોતાની નજર સામે જ લાડલી બહેનનું ગળું કાપી નાંખતા ભાઈ તદન ભાંગી પડ્યો છે. બહેનને નજર સામે તડપી તડપીને મોતના હવાલે થતાં જોનાર ભાઈ ધ્રુવ ગૂમસૂમ થઈ ગયો છે. વારંવાર રડ્યા રાખે છે. અંતિમવિધિ વખતે મીડિયા સાથે માંડ માંડ વાત કરતાં ધ્રુવે તે દિવસનો આખો ઘટનાક્રમ વર્ણવ્યો હતો.

ધ્રુવ વેકરિયાએ જણાવ્યું હતું કે ફેનીલ શેરીન ગેટ પાસે આવીને ઉભો રહ્યો ગયો હતો. તો હું અને મારા મોટાબાપા બંને ત્યાં ગયા. અમે ત્યાં ગયા તો તેણે સીધી બેગમાં ચપ્પુ કાઢીને અમારી પર હુમલો કર્યો. મે પાછળથી ફેનીલનું ગળું પકડી લીધું. તો પણ તેણે મોટાબાપુ સુભાષભાઈને ચાકુ મારી દીધું. હું તેના હાથમાંથી ચાકુ અને ગાડીને ચાવી લઈને ત્યાંથી ભાગી ગયો.

ધ્રુવે જણાવ્યું કે શેરી પાસે પહોંચ્યો તો પાછળ ફેનીલ આવ્યો. તેણે બીજું ચપ્પુ મને બતાવીને ચાવી માગી. મેં ચાવી ન આપી. પહેલાં મેં તેને પાટુ માર્યું તો તેણે માથામાં મને માર્યું. પછી ચાવી તેણે લઈ લીધી. પછી ફેનીલ મારી બહેનને આવતો જોઈ ગયો. તો તેણે મારી બહેન ગ્રીષ્માને પકડી લીધી. તેણે લગભગ અડધો-પોણો કલાક સુધી બબાલ કરી હતી. તે ફક્ત હું મારી નાખીશ એમ જ બોલતો હતો.

આ ઘટના બની ત્યારે પોલીસ ત્યાં કેટલા વાગ્યે પહોંચી હતી એના જવાબમાં તેણે કહ્યું કે એની કંઈ ખબર નથી, મને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

હવે તમારી બહેન આ દુનિયામાં નથી તો સરકાર પાસે કંઈ માંગણી કરશો તેના જવાબમાં ભાવુક થઈને તેણે કહ્યું કે બને તેટલું ઝડપથી સજા કરાવી અને ન્યાય અપાવો. આટલું બોલતા જ તેની આંખમાં ફરી આંસુઓ આવી ગયા હતા.

બહેનને મુખાગ્નિ આપતાં ભાઈ ધ્રુવ ભાંગી પડ્યો, તાત્કાલિક ઘરે લઈ જવ પડ્યો
ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં હ્રદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. ત્યારે વિધિની વક્રતા કહો કે, કાયદા વ્યવસ્થાની નબળાઈ. જે હાથ મોટી બહેનના જવતલ હોમવાના સપના નાનપણથી જોયા હતાં. એ જ બહેનની ઘાતકી હત્યાં થતાં મુખાગ્નિ આપવાની પીડા નાનેરાભાઈને ભોગવવી પડી હતી.સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા થયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

ગ્રીષ્માના અંતિમ સંસ્કાર તેણીના નાનાભાઈ ધ્રુવના હાથે કરવામાં આવ્યાં હતાં. મુખાગ્નિ આપીને નાનોભાઈ ધ્રુવ રીતસરનો ભાંગી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાંથી ઘરે મોકલી દેવાની ફરજ પડી હતી.

અભ્યાસ કરતો 17 વર્ષનો ધ્રુવ વેકરિયા ગ્રીષ્માથી ચાર વર્ષ નાનો છે. ગ્રીષ્માની કરપીણ હત્યા થઈ ત્યારે તે ત્યાં જ હાજર હતો. હુમલાખોરે ધ્રુવને પણ ઈજા પહોંચાડી હતી. માથાના અને પગ તથા હાથના ભાગે પણ ઈજા પહોંચી હતી. જેથી ધ્રુવની સારવાર કરવામાં આવી હતી. આજે ધ્રુવને માથામાં અને હાથમાં પટ્ટીઓ સાથે સ્મશાનમાં આવ્યો હતો અને ભારે હૈયે મુખાગ્નિ આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page