Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratહવસખોરે મૃત વાછરડીને પણ ન છોડી, મૃત વાછરડી સાથે ખુલ્લેઆમ વાસના સંતોષી

હવસખોરે મૃત વાછરડીને પણ ન છોડી, મૃત વાછરડી સાથે ખુલ્લેઆમ વાસના સંતોષી

આજના ઘોર કળિયુગમાં એક પછી એક હચમચાવી દેતા કિસ્સા સામે આવી રહ્યા છે. એક એવો ધૃણાસ્પદ બનાવ બન્યો છે કે આપણને માનવજાત કહેતા પણ શરમ આવે. એક હેવાન શખસે મૃત વાછરડી સાથે પોતાની વાસના સંતોષી હતી. ખુલ્લામાં મૃત વાછરડી સાથે શખ્સે આચરેલી હેવાનીયત જોઈને ભલભલા ફફડી ગયા હતા. આ બનાવનો વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરના પાણસીણા ગામનો આ બનાવ છે. ગામના ખેતર વિસ્તારમાં મૃત્યુ પામેલી વાછરડી સાથે દુષ્કર્મ કરવામાં આવતો હોવાનો કિસ્સો બન્યો છે. આ નરાધમ શખ્સનું નામ હરેશ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી.

દરમિયાન પાણસીણા પોલીસે મોડી રાત્રે હરેશ ચૌહાણ નામના આ શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં આજ સવારે હરેશ ચૌહાણને તેના ઘરેથી અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હ્દયની કંપારી છૂટાવી દેતી આ ઘટનાથી જીવ દયા પ્રેમીઓ વ્યથિત થયા છે. ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે વાછરડી સાથેના આ કૃત્યથી લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.

નોંધનીય છે કે માનવ શરીર સાથે તો અત્યાર સુધી છેડતી ના બનાવો બનતા હતા પરંતુ હવે હવસખોરોએ એટલી હદ વટાવી છે કે મૃત વાછડીના શરીરને પણ છોડતા નથી. જીવદયા પ્રેમીઓ આ હેવાનને તાત્કાલિક પકડી કડકમાં કડક સજાની લોકો માંગ શરૂ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page