Thursday, April 11, 2024
Google search engine
HomeBollywood‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ની રીટા રિપોર્ટર પ્રેગ્નન્ટ, માલદીવમાં પતિ સાથે આ...

‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ની રીટા રિપોર્ટર પ્રેગ્નન્ટ, માલદીવમાં પતિ સાથે આ રીતે બેબી બમ્પ બતાવ્યો

મુંબઈ: ટીવી અભિનેત્રી પ્રિયા આહુજા રાજદાને હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની રીટા રિપોર્ટર તરીકે લોકો વધારે ઓળખે છે. થોડા સમય પહેલાં જ સીરિયલમાં જોવા મળેલી પ્રિયા હાલ બહુ જ ફેમસ નામ થઈ ગયું છે. પ્રિયા આહુજા બહુ જલ્દી માતા બનવાની છે પછી ખુશ કેમ ના હોય. પ્રિયાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ગુજરાતી ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. માલવ અને પ્રિયા પહેલા બાળકના આગમનને લઈને ખૂબ ઉત્સાહિત છે.

જન્માષ્ટમીના દિવસે જ પ્રિયા અને માલવે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને આ સારાં સમાચાર આપ્યા છે. પતિ સાથે માલદીવમાં વેકેશન માણી રહેલી પ્રિયાએ ક્યૂટ તસવીરો પોસ્ટ કરીને ચાહકોને આ ખુશખબર આપી છે.

 

View this post on Instagram

 

Ten little fingers, ten little toes.. With love and grace, our family grows.. Cudnt be a better day than today to announce this…Happy Janmashtami ?

A post shared by Pri? (@priyaahujarajda) on


પ્રિયાએ ખુશી વ્યક્ત કરતાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 10 નાની આંગળીઓ 10 નાના અંગૂઠા, પ્રેમ અને ઈશ્વરકૃપાથી અમારો પરિવાર મોટો થવા જઈ રહ્યો છે. અમારી ખુશી શેર કરવા માટે આનાથી વધારે સારો દિવસ કયો હોઈ શકે. હેપ્પી જન્માષ્ટમી. પ્રિયાએ આ પોસ્ટ મૂકતાં જ શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો હતો.

પ્રિયાનો પતિ માલવે પણ આ જ કેપ્શન સાથે તસવીરો શેર કરી છે. જેમાં પ્રિયા બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પ્રિયાના હાથમાં નાનકડાં શૂઝ પણ જોઈ શકો છો.

ઉલ્લેખનીય છે કે, માલવ રાજદા સીરિયલનો મુખ્ય ડિરેક્ટર છે. પ્રિયા અને માલવની મુલાકાત સીરિયલના સેટ પર જ થઈ હતી. ત્યાર બાદ બંને વચ્ચે મુલાકાત થતાં મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી અને 19 નવેમ્બર 2011ના રોજ લગ્ન કર્યાં હતાં. હવે લગ્નના 8 વર્ષ બાદ કપલ પહેલા સંતાનને આવકારવા માટે ઉત્સાહિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page