Friday, May 17, 2024
Google search engine
HomeBollywoodપડછાયાની જેમ શાહરૂખની સાથે રહે છે રવિ, શેરાની જેમ ફેમસ નથી પણ...

પડછાયાની જેમ શાહરૂખની સાથે રહે છે રવિ, શેરાની જેમ ફેમસ નથી પણ સેલેરી છે વધારે

બોલીવુડના દિગ્ગજ અભિનેતા શાહરુખ ખાન ઈન્ડસ્ટ્રીના કિંગ કહેવાય છે. તેમણે હિંદી સિનેમામાં ઘણી ફિલ્મોને સફળતાના સૌથી ઊંચા મુકામ સુધી પહોંચાડી છે. તેમની આ સુંદર સફરનો શ્રેય તેમના ફેન્સને જાય છે જે શાહરૂખને ખૂબ જ પ્રેમ કરે છે. શાહરુખ ખાન પ્રત્યે લોકોની એવી દીવાનગી છે કે કિંગખાન જ્યાં જાય ત્યાં લોકોની ભીડ ઉમટી પડે છે. એવામાં શાહરુખ ખાનને ફેન્સથી બચાવવા માટે તેમના બોડીગાર્ડ રવિ સિંહ દરેક સમયે તેમની સાથે રહે છે.

આટલી છે શાહરૂખ ખાનના બોડીગાર્ડની સેલેરી
ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનના બોડીગાર્ડ રવિ સિંહ છેલ્લા નવ વર્ષથી તેમની સાથે છે. દેશથી વિદેશ સુધી રવિ દરેક સમયે શાહરુખ ખાન સાથે રહે છે અને તેમની સુરક્ષાનું ધ્યાન રાખે છે. ઉલ્લેખનીય છે કે રવિ પહેલાં શાહરૂખના બોડીગાર્ડ યાસીન હતો. યાસીન પોતાની સિક્યોરિટી કંપની ખોલ્યા પછી કિંગખાનનો સાથ છોડી દીધો હતો.

જેમ સલમાન ખાનના બોડીગાર્ડ શેરા તેમના પડછાયાની જેમ સાથે રહે છે તેમ શાહરૂખના બોડીગાર્ડ રવિ પણ દરેક સમયે કિંગખાન સાથે હાજર રહે છે. બોલિવૂડના કિંગ ખાનને સુરક્ષિત રાખવા માટે શાહરૂખ રવિને વર્ષે 2.7 કરોડ રૂપિયા આપે છે. આ બાબતે રવિ સૌથી મોંઘા બોડી ગાર્ડ છે. જોકે, રવિ શેરાની જેમ વધારે ફેમસ નથી, પણ શાહરૂખ સાથે તે જોવા મળે છે. તો શાહરૂખ પણ રવિને પોતાના પરિવારનો સભ્ય માને છે અને તેમને દરેક ફેમિલી ફંક્શનમાં પોતાની સાથે રાખે છે.

9 વર્ષથી છે શાહરૂખ સાથે રવિ
ઉલ્લેખનીય છે કે, ઇન્ડસ્ટ્રીમાં લગભગ દરેક સ્ટાર્સ પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખે છે. જોકે, સલમાન અને શાહરૂખના બોડીગાર્ડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ફેમસ છે. બોડીગાર્ડ દરેક સમયે પોતાના સ્ટાર સાથે હોય છે. એવાં ઘણાં અવસર પર જોવા મળે છે કે, ફેન્સ તેમના ચાહિતી સ્ટાર્સને મળવા માટે તેમના પર તૂટી પડે છે.

જો વાત કરીએ શાહરૂખ અને સલમાન ખાનની તો બંને જ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર છે. જ્યાં શાહરૂખ બોલિવૂડના બાદશાહ કહેવાય છે તો સલમાન પણ ઇન્ડસ્ટ્રીના દબંગ ખાન છે. જોકે, બંનેના સંબંધોમાં ઘણીવાર ઉતાર-ચઢાવ જોવા મળે છે. ફિલ્મ અને સિરિયલ અંગે પહેલાં પણ મતભેદ થઈ ગયાં છે. એકવાર કેટરીના કૈફની બર્થડે પાર્ટીમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. વાત મારામારી સુધી પણ પહોંચી ગઈ હતી.

શાહરૂખ અને સલમાન બની ગયા છે સારા ફ્રેન્ડ
એવી વાત સામે આવી હતી કે, પાર્ટીમાં સલમાને શાહરૂખના શૉ ‘પાંચમી સે તેજ’ને ફ્લોપ કહી મજાક ઉડાડી હતી. આ ઉપરાંત એવી પણ વાત સામે આવી હતી કે, શાહરૂખે સલમાનનો શૉ ‘દસ કા દમ’ને સુપરફ્લોપ ગણાવ્યો હતો. એકબીજાને ફ્લોપ ગણાવી બંને વચ્ચે વિવાદ વધી ગયો અને માંડ-માંડ વિવાદ શાંત થયો હતો.

આ ઝઘડા પછી ઘણાં વર્ષો સુધી શાહરૂખ અને સલમાન એકબીજાથી દૂર રહેતાં હતાં. બંને એકબીજા સાથે જોડાયેલાં સવાલના જવાબ પણ આપતાં નહોતા અને એકબીજાને જોવાનું પણ પસંદ કરતાં નહોતાં. જોકે, થોડાં સમય પછી સંબંધો સુધી ગયાં અને બંને એક સાથે દેખાવવા લાગ્યાં હતાં. આજના સમયમાં શાહરૂખ અને સલમાન વચ્ચે કોઈ મતભેદ નથી અને બંને એકબીજાના સારા ફ્રેન્ડ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page