Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightસુરતમાં પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકનાર લોકો ચેતી જજો! નહીં તમારી સાથે પણ...

સુરતમાં પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકનાર લોકો ચેતી જજો! નહીં તમારી સાથે પણ થઈ શકે છે આવું

સુરત: સુરતના અઠવાલાઈન્સ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રસ્તા પર થૂંકતા ઝડપાયેલા યુવકને કોર્પોરેશનના અધિકારીઓએ જાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી. આ યુવક લાલ બંગલો પાસેથી બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે થૂંકી રહ્યો હતો. કોર્પોરેશનની ટીમે તેને પકડીને દંડ ભરવા કહ્યું હતું. જોકે પોતાની પાસે દંડ ભરવાના પૈસા ન હોવાનું આ યુવકે જણાવ્યું હતું.

જોકે કોર્પોરેશનના અધિકારીઓ ગુનો કરનાર યુવકને છોડી દેવાના મૂડમાં નહોતા. તેની પાસે જાહેરમાં કાન પકડીને ઉઠક-બેઠક કરાવી હતી અને તેનો વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં હવે રસ્તા પર થૂંકતા લોકોને સીસીટીવીના આધારે પણ દંડ કરવામાં આવી રહ્યો છે.

કોર્પોરેશને પોતાની ટીમોને પણ ઠેરઠેર તૈનાત કરી દેવામાં આવી છે જે જાહેરમાં ગંદકી કરનારાને પકડીને દંડ વસૂલી રહી છે. જે લોકો દંડ ન ભરે તેમના ટેક્સ બિલમાં તે રકમ ઉમેરી દેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page