Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratUSની ‘ગોરી’એ ગુજરાતના ગામડાંમાં ભેંસ દોહી અને કેસર કેરીની માણી મજા

USની ‘ગોરી’એ ગુજરાતના ગામડાંમાં ભેંસ દોહી અને કેસર કેરીની માણી મજા

અમરેલી: અમેરિકાના 15 વિદ્યાર્થીઓ પણ કેસર કેરીથી આકર્ષાઈ ગીર પહોંચ્યા છે. આ વિદેશી વિદ્યાર્થીઓ હાલ એક મહિનાથી સાવરકુંડલાના વીરડીમાં કેસર કેરીની મોજ માણી હતી અને તેની પર રિસર્ચ કરી રહ્યા છે.

ગામની મુલાકાત દરમિયાન એક યુવતીએ ગીરની ભેંસને દોહી બતાવવા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. વિદેશી યુવતીને ભેંસ દોહતી જોવા માટે ગામ લોકો ઉમટ્યા હતા. કેટલાંક યુવકે તો ભેંસ દોહતી વિદેશી યુવતીનો વીડિયો તથા ફોટો પણ ક્લિક કરીને વાયરલ કર્યા હતાં.

હવે વિદેશના લોકોને પણ ગુજરાતની કેસર કેરીનો ચસ્કો લાગ્યો છે. સાવરકુંડલા પાસેના વીરડી ગામે સવાણી ફાર્મ આવેલ છે. જ્યાં કેસર કેરીનો ફાર્મ હાઉસ છે. હાલ સવાણી ફાર્મ ખાતે યુએસના પેન્સિલવેનિયા સ્ટેટમાં વોશિંગટન ગામ છે. જ્યાં જર્મન ટાઉન એકેડેમી કરીને એક સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના 15 વિદ્યાર્થીઓ અહીં ઈન્ડિયન કલચર અને ખાસ કરીને કેસર કેરી વિશે જાણવા માટે અને કેસરના રિસર્ચ માટે અહીં આવ્યા હતાં.

કેરીઓ તો અનેક જાતની છે. પરંતુ કેસર કેરીના સ્વાદમાં ખાસ શું છે, શા માટે કેસર કેરી સમગ્ર વિશ્વમાં વખણાય છે, તે જાણવા અને કેસર કેરીનો પાક કઈ રીતે લેવાય છે તે જાણવા અહીં અમેરિકાથી એક ગૃપ આવી પહોંચ્યું હતું. તેઓ હાલ કેસર કેરી પર રિસર્ચ કરી રહ્યા છે. વિદેશથી પહોંચેલા વિદ્યાર્થીઓ અહીં આવતાં જ કેસર કેરી જોઈને ખુશ થઈ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page