Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalગુજરાતના જવાન માટે અમરિકાએ નિયમ બદલી નાખ્યા, તિલક કરવાની આપી મંજૂરી આપી

ગુજરાતના જવાન માટે અમરિકાએ નિયમ બદલી નાખ્યા, તિલક કરવાની આપી મંજૂરી આપી

હિન્દુ આસ્થાનું સન્માન કરતાં અમેરીકન વાયુ સેનાએ ગુજરાતી જવાનને માથા પર તિલક લગાવીને ડ્યૂટી કરવાની મંજૂરી આપી છે. અમેરિકાના વ્યોમિંગમાં એક એરબેસમાં તૈનાત ગુજરાતી મૂળનો દર્શન શાહ છેલ્લાં બે વર્ષથી ડ્યૂટીમાં તિલક રાખવા દેવાની મંજૂરી માંગી રહ્યો હતો.

બે વર્ષથી ઉઠાવી રહ્યો હતો માંગ
દર્શન શાહે જૂન-2020થી અમેરિકીન સેનાની ટ્રેનિંગ લીધા બાદ તિલક સાથે ડ્યુટી કરવા દેવાની માંગ ઉઠાવી હતી. તેણે વખતોવખત આ અંગે અમરીકન વાયુસેનાના ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડ સાથે સંપર્ક કર્યો હતો. તે આ મંજૂરી માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. અંતે તેમાં એ સફળ થઈને જ રહ્યો છે.

કોણ છે દર્શન શાહ?
દર્શન શાહનો પરિવાર મૂળ ગુજરાતનો છે. તેઓ વર્ષો પહેલાં અમેરિકા સેટલ થયા હતા. તેનો પરિવાર અમેરિકામાં મિનેસોટામાં રહે છે. આ પરિવાર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ)સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં યુ આકારના તિલકનું ખાસ મહત્વ છે.

દર્શન શાહે શું કહ્યું?
આ અંગે દર્શન શાહે કહ્યું હતું કે દરેક કામ કરતી વખતે તિલક લગાવવું ખૂબ સારું છે. હવે તિલકને મંજૂરી મળી જતાં મારી આજુબાજુના લોકો મને શુભચ્છા પાઠવી રહ્યા છે. મેં આ ધાર્મિક મંજૂરી માટે ખૂબ મહેનત કરી હતી. આ તિલકે મને ઘણી વખત માર્ગદર્શન આપ્યું હતું. સનાતન ધર્મમાં તિલક લગાવવાની પરંપરા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page