Thursday, April 11, 2024
Google search engine
HomeNationalઆ પાગલ નહી પણ લખોપતિ છે સ્વીપર, લોકો પાસે પૈસા માંગીને ચલાવે...

આ પાગલ નહી પણ લખોપતિ છે સ્વીપર, લોકો પાસે પૈસા માંગીને ચલાવે છે ગુજરાન

શરીર પર ગંદા કપડા અને પહેરવેશ જોઈને સૌ કોઈ તેને પાગલ ભીખારી સમજી રહ્યા હતા. તે સરકારી ઓફિસની આસપાસ ફરીને લોકોને પગે લાગીને પૈસા માંગી રહ્યો હતો. પણ તમને જાણને આંચકો લાગશે કે આ કોઈ સામાન્ય માણસ કે પાગલ નથી. આ વ્યક્તિના ખાતામાં 70 લાખ રૂપિયા પડ્યા છે. તે સ્વીપર તરીકને નોકરી કરે છે અને તેણે 10 વર્ષથી પોતાના પગારમાંથી એક પૈસો ઉપાડ્યો નથી.

આ યુવાનનું નામ ધીરજ છે. તે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ શહેરમાં રક્તપિત વિભાગમાં સ્વીપરની નોકરી કરે છે. ધીરજનો વેશ અને ગંદા કપડા જોઈને લોકો તેને ભીખારી સમજે છે. તે લોકોના ચરણ સ્પર્શ કરીને પૈસા માંગીને પોતાનો ખર્ચ ચલાવે છે. લોકો તેને પૈસા આપી પણ દે છે. તે પ્રયાગરાજમાં સીએમઓ ઓફિસની આસપાસ લોકો પાસે પૈસા માંગતો નજરે ચડે છે.

ધીરજ નામનો આ યુવાન કરોડપતિ છે એ વાતની જાણ ત્યારે થઈ જ્યારે બેંકના કર્મચારી તેને શોધતા રક્તપિત વિભાગમાં તેની ઓફિસ પહોંચ્યા. વિભાગના કર્મચારીઓ જ નહીં બેંકના કર્મચારીઓ પણ ધીરને જોઈને ચકિત થઈ ગયા હતા. હતા. કોઈ માનવા તૈયાર નહોતું કે આ યુવાનના ખાતામાં 70 લાખ રૂપિયા પડ્યા હશે. ધીરજે 10 વર્ષથી પોતાની સેલેરી બેંકમાંથી ઉપાડી નથી. તેની પાસે પોતાનું મકાન પણ છે.

ધીરજના પિતા આ વિભાગમાં સ્વીપર પદ પર કાર્યરત હતા અને નોકરી દરમિયાન તેમનું મોત થયું હતું. આથી મૃતકના આશ્રિત તરીકે ધીરજને વર્ષ 2012માં સ્લીપરની નોકરી મળી મળી હતી. જ્યારથી નોકરી શરૂ કરી ત્યારથી તેણે પોતાનો પગારનો એક પૈસા બેંકમાંથી ઉપાડ્યો નથી.

કરોડપતિ ધીરજ તેની માતા અને બહેન સાથે રહે છે. તેના હજી લગ્ન થયા નથી. અને તે લગ્ન એટલા માટે નથી કરવા માંગતો કે તેને ડર છે કે કે તેની પત્ની તેની પાસેથી પૈસા લઈ લેશે.

કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે ધીરજની માનસિક સ્થિતિ થોડીક નબળી છે, પણ તે ઈમાનદારી અને મહેનતથી પોતાનું કામ પણ પૂરું કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page