Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratવિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધૂને દીકરી બનાવીને તેના બીજા લગ્ન કરી તેનું કન્યાદાન...

વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધૂને દીકરી બનાવીને તેના બીજા લગ્ન કરી તેનું કન્યાદાન પણ કર્યું હતું

રાજકોટ: સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાએ 2013માં ભાજપમાં એન્ટ્રી કરી હતી. 1990થી 2007 સુધી વિઠ્ઠલ રાદડિયા સતત ધારાસભ્ય રહ્યા હતા. ત્યાર બાદ 2009થી 2019 સુધી તેઓ સાંસદ પણ રહ્યા હતા. સમાજમાં શિક્ષણ અને સેવાકીય કામગીરી માટે તેમનું નામ આદરથી લેવામાં આવી રહ્યું હતું. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમજ આંતર ગામોમાં શિક્ષણ માટે તેમનું યોગદાન ઈતિહાસમાં યાદ રહેશે.

શિક્ષણની પ્રવૃત્તિ તેઓએ એક આંદોલનની જેમ આગળ ધપાવી હતી. તેઓ વૃદ્ધાશ્રમ અને ગૌશાળા સ્થાપી હતી. અનેક ટ્રસ્ટમાં તેઓ સેવા આપતા હતા. સૌથી સારામાં સારું તેમનું કાર્ય દીકરીઓને ભણવા માટેનું હતું. તેમના પ્રયત્નો બાદ જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દીકરીઓને ભણાવવા માટેનું મહત્વ સમજાયું હતું.

વિઠ્ઠલ રાદડિયા ખેડૂતો અને પાટીદારોમાં ખૂબ જ લોકપ્રિય આગેવાન હતા. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં એક વખત તેમનો કાર્યક્રમ હતો તે સમયે ધોધમાર વરસાદ વરસતો હતો તેમ છતાં એક પણ માણસ ઊભો થઈને જતો રહ્યો ન હતો. જામકંડોરણામાં વિઠ્ઠલ રાદડિયાએ ઊભી કરેલી છાત્રાલય અદભુત છે.

તેઓના યુવાન પુત્રનું મૃત્યુ થયા બાદ તેઓએ પોતાની પુત્રવધૂને દીકરી ગણી લીધી હતી એટલું જ નહીં એક બાપ દીકરીને પણ આવે અને તેનું કન્યાદાન કરે તે જ રીતે વિઠ્ઠલ રાદડિયાએ પણ પોતાની પુત્રવધૂને દીકરી બનાવીને તેમના બીજા લગ્ન કરી તેમનું કન્યાદાન પણ કર્યું હતું. આમ તેઓએ સમાજ માટે એક જબરજસ્ત ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.

વિઠ્ઠલભાઈ માટે એવું કહેવાતું હતું કે તેઓ જે પક્ષમાંથી લડે છે તેમનો જ વિજય થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને વિઠ્ઠલ રાદડિયાના અંગે દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.

વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધુ મનીષાને પોતાના પુત્રના નિધન બાદ દીકરી ઘણી લીધી હતી. તેમજ પુત્રના અવસાન બાદ જામકંડોરણા નજીક આવેલા એક ગામમાં જ રહેતા હાર્દિક ચોવટીયા નામના યુવાન સાથે મનીષાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા. આ પ્રસંગે વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધૂને જમીન તથા ઝવેરાત સોનું ચાંદી અને રોકડ વગેરે મળી 100 કરોડથી વધુની સંપત્તિ પણ કન્યાદાનમાં આપી હતી આમ તેઓ એ સમાજમાં એક ઉમદા અને મોટું દ્રષ્ટાંત પૂરૂં પાડ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page