Friday, April 12, 2024
Google search engine
HomeGujaratમોટોભાઈ કંકોત્રી વહેંચવા નીકળ્યો અને નાનાભાઈની ગર્લફ્રેન્ડ સાથે લાશ મળી, હચમચાવી દેતો...

મોટોભાઈ કંકોત્રી વહેંચવા નીકળ્યો અને નાનાભાઈની ગર્લફ્રેન્ડ સાથે લાશ મળી, હચમચાવી દેતો બનાવ

ગુજરાતમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક પ્રેમી-પ્રમિકાના એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળ્યા છે. બંનેએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું છે. યુવાનના ત્રમ દિવસ બાદ લગ્ન હતા. યુવકના મોટાભાઈએ લગ્નની કંકોત્રીઓ પણ વહેંચી દીધી હતી. પ્રેમપંખીડાના એસાથે મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ પ્રેમિકાને સાથે જીવવાના અને સાથે મરવાના આપેલા વચનને પૂરું કરવા પ્રેમીએ પ્રેમિકા સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. 3 દિવસ બાદ બંનેના એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળી આવ્યા છે. યુવાનને પરિવારે શોધેલી યુવતી સાથે આગામી તા. 7 એપ્રિલે લગ્ન કરવા ન પડે તે માટે પોતાની પ્રેમિકા સાથે વાઘોડિયાના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતું.

વાઘોડિયાના રાજપુરા નર્મદા કેનાલમા ઝંપલાવનાર પ્રેમી પંખીડામાં પ્રેમી યુવકના ભાઈએ જાણવાજોગ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પ્રવિણભાઇ રાઠવા (ઉ.35) ( રહે. કંજરી પાણીયા કોતર ફળીયુ તા.હાલોલ જિ.પંચમહાલ) એ જરોદ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ અન્ય કોઈ યુવતી સાથે રાજપુરા પાસે નર્મદા કેનાલમા ઝંપલાવ્યાની હકીકત જણાવી હતી. ખેતીવાડી કરી જીવન ગુજરાન ચલાવનાર આ પરીવારમાં 5 બહેનો તથા ત્રણ ભાઇઓ છે. જેમા સૌથી નાનો દિલીપ (ઉ.19) જે કુવારો હતો. તેના હાલમાં જ અમરાપુરાની યુવતી સાથે સગાઇ કરી હતી અને આ 7 એપ્રિલે તેના લગ્ન હતા. પરંતુ દિલીપનું મન અન્ય યુવતી માટે ધડકતુ હતું.

ઘરમાં લગ્ન હોવાથી દિલીપના મોટા ભાઈ દિલીપના લગ્નની કંકોત્રી વહેંચવા નિકળ્યા હતા. તો બીજી તરફ દિલીપે ઘરમા કોઈને પણ જાણ કર્યાં વગર બાઇક પર પોતાની પ્રેમીકા ઊર્મિલા (ઉ.18)ને બેસાડી રાજપુરા ગામે કેનાલ પાસે લઈ આવ્યો હતો. કેનાલ પાસે બાઈક પાર્ક કરી પોતાની પ્રેમીકા સાથે પાણીમાં પડતુ મુક્યુ હતુ. રવિવારે ત્રીજા દિવસે પ્રેમી જોડાના મૃતદેહ રુપાપુરાની કેનાલમા તરતા મળતા પોલીસે બહાર કાઢ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી મૃતક દિપીલની મોટરસાઈકલ મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી છે.

આ અંગે જરોદ આઉટ પોસ્ટના હે.કો. રાયસીગભાઇએ જણાવ્યું હતું કે, રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પંચમહાલ જિલ્લાના કંજરી ગામના દિલીપ રાઠવાએ ઉર્મિલા નામની એક યુવતી સાથે ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા શોધખોળ કરી હતી અને હવે બંનેના મૃતદેહ મળ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page