પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના એક કિસ્સાએ લોકોને શર્મસાર કરી દીધા છે. આ ઘટના વર્ધમાન પૂર્વની છે. જ્યાંથી એક મહિલાની સાથે બર્બરતાની કહાની સામે આવી છે. પતિ પર આરોપ છે કે, પોતાની પત્નીને પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખીને અત્યાચાર ગુજારતો હતો. સમગ્ર ઘટના બાદ પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.

પીડિત પત્નીની ભૂલ ફક્ત એટલી જ હતી કે, તેણે પુત્રની જગ્યાએ પુત્રીને જન્મ આપ્યો. પોલીસે જણાવ્યું કે, કાલના નિવુલી કંપનીડાંગા વિસ્તારની રહેવાસી શરીફા બીબીના લગ્ન 2016માં કાલના તૌફિક શેખ સાથે થયા હતાં. લગ્ન બાદ શરીફા બીબીએ બે પુત્રીઓને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. પીડિતાએ જણાવ્યું કે, તેનો પતિ તેની પર ઘણાં મહિનાઓથી મારપીટ કરતો હતો. શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો.

પીડિતાએ પોલીસે જણાવ્યું કે, થોડા મહિનાઓ બાદ પતિનો અત્યાચાર વધતો ગયો. તે ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખીને તેની પર અત્યાચાર ગુજારતો હતો. પીડિત પત્નીએ જણાવ્યું કે, તે ભીખ માંગતી હતી પરંતુ તેના પતિ પર તેની કોઈ અસર થઈ નહોતી. ખાનગીમાં પીડિતાએ આ તમામ જાણકારી તેના પરિવારજનો આપી ત્યાર બાદ પત્નીને સાસરીમાંથી છોડાવીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

બીજી બાજુ પીડિતાની સાસુ રેણુકા શેખે જણાવ્યું કે, તેમની વહુ ઘરનું કોઈ કામ કરતી નહોતી. તેણે બધાં આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું કે, બન્નેની વચ્ચે ફક્ત એક જ વાર ઝઘડો થયો હતો. આનાથી વધારે કંઈ કર્યું નથી. પરંતુ પોલીસે આરોપી પતિની વિરુદ્ધ ગંભીર કલમ લગાવીને ફરિયાદ દાખલ કરી અને તેને કોર્ટમાં હાજર કર્યો હતો.

Similar Posts