Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsશા માટે ક્રિકેટના 'ગબ્બર'ની પત્ની હંમેશા ટોપીમાં જ જોવા મળે છે? હવે...

શા માટે ક્રિકેટના ‘ગબ્બર’ની પત્ની હંમેશા ટોપીમાં જ જોવા મળે છે? હવે ખોલ્યું રહસ્ય

દિલ્હીઃ ક્રિકેટર શિખર ધવનની પત્ની આયેશા બિઝનેસ વુમન છે. તે પોતાની ફિટનેસને લઈ ઘણી જ સજાગ રહે છે. તે પોતાને ફિટ રાખવા માટે રોજ વર્કઆઉટ કરે છે. આટલું જ નહીં તે સોશિયલ મીડિયામાં પણ એટલી જ એક્ટિવ છે. આયેશા જ્યારે પણ મેચ હોય ત્યારે પતિને ચિઅર કરવા માટે જતી હોય છે. જોકે, મોટાભાગે આયેશા ટોપીમા જ જોવા મળે છે. તાજેતરમાં જ આયેશાએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે કેમ ટોપી પહેરી રાખે છે.

આ સ્પષ્ટતા કરીઃ
આયેશાએ કહ્યું હતું, તે પોતાના સમય ફાલતુ વિચાર તથા નિર્ણયો લેવામાં વેડફતી નથી. તેના જીવનમાં જે વસ્તુ મહત્ત્વની છે, તે કરવાનો શક્ય તેટલો પ્રયાસ કરે છે. તેને ફિટ રહેવું પસંદ છે. તો ફિટનેસ પર ધ્યાન આપે છે. ફિટનેસ ટ્રેનિંગ બાદ પરિવારની દેખરેખ રાખે છે. ઘરના કામ પણ જાતે જ કરે છે. ખાવાનું બનાવવાથી લઈને સાફ-સફાઈ, બાળકોને સ્કૂલો મૂકવા, બિઝનેસનું કામ કરવું, બાળકો સાથે રમવું તથા યુ-ટ્યૂબ એકાઉન્ટ માટે વીડિયો પણ બનાવવાના હોય છે.

સમય નથીઃ
વધુમાં આયેશાએ કહ્યું હતું, આટલા બધા કામો કર્યાં બાદ તે વાળની સંભાળ લેવામાં સમય બરબાદ કરવા માગતી નથી. તેના માટે વાળોની સંભાળ લેવી સમયની બરબાદી છે. તેને બદલે તે તેના જીવનમાં જરૂરી હોય તે કામો કરે છે. તે પોતાના જીવનમાં એક પેરેન્ટ તરીકે, પ્રોફેશનલ તરીકે પોતાને જ્યાં યોગ્ય લાગે ત્યાં ક્ષમતાઓનો ઉપયોગ કરે છે. તેની પાસે પણ બીજાની જેમ 24 કલાક છે. જેમા તેણે પોતાના માટેના કામનું લિસ્ટ બનાવીને રાખ્યું છે.

આપ્યા આ ઉદાહરણોઃ
આયેશાએ પોતાની પોસ્ટમાં ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ તથા સ્ટીવ જોબ્સના ઉદાહરણ આપતા કહ્યું હતું કે તેઓ પણ પોતાનો સમય આવી વાતો પર બરબાદ કરતા નથી. તે પોતાની શક્તિ તથા સમય અન્ય કામો માટે બચાવીને રાખે છે.

શિખર કરતાં 10 વર્ષ મોટીઃ
આયેશા મેલબર્નમા રહેતી બ્રિટિશ બંગાળી છે. તે પતિ શિખર કરતાં 10 વર્ષ મોટી છે. આયેશાને પહેલાં લગ્નથી બે બાળકો છે. ડિવોર્સ બાદ 2012માં આયેશા તથા શિખરે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી આયેશા દીકરાની માતા બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page