Friday, April 12, 2024
Google search engine
HomeGujaratદુકાનનો કારીગર બોલ્યો- અમને શું ખબર કે એ બે લોકો પાયજામો સીવવા...

દુકાનનો કારીગર બોલ્યો- અમને શું ખબર કે એ બે લોકો પાયજામો સીવવા નહીં પણ કફન પહેરાવા આવ્યા હતા

રાજસ્થાનમાં ટેલર દુકાનના માલિક કન્હૈયાલાલની હત્યાને નજર સામે જોનાર કારીગર ઈશ્વરે મીડિયા સાથે શુ બન્યું હતું તેની વાત કરી હતી. ઈશ્વરે કહ્યું કે મંગળવારે બે યુવક મોહમ્મદ અત્તારી અને ગૌસ મોહમ્મદ દુકાનમાં આવ્યા. દુકાનમાં આવી તેમણે કન્હૈયાલાલને કહ્યું- ‘ઝભ્ભો અને પાયજામો સીવી આપશો?’ શેઠજીએ જવાબ આપ્યો- ‘બિલકુલ સીવી આપીશ.’ ત્યાર પછી રિયાઝ ઝભ્ભો અને પાયઝામાનું માપ આપવા લાગ્યો. ગૌર મોહમ્મદ ઉભો હતો. હું અને મારો સાથી રાજકુમાર કપડા સિવતા હતા. ત્યારે ચીસો સંભળાઈ. ફરીને જોયું તો શેઠજી પર હુમલો કરી રહ્યા હતા.

મારા પર પરણ તલવારથી હુમલો કર્યો
ઈશ્વરે આગળ જણાવ્યું કે હુમલા પછી હું બહાર ભાગી ગયો. બાજુની દુકાનમાં પહોંચ્યો તો ખબર પડી કે મારા માથા અને ડાબા હાથ પર પણ ધારદાર હથિયાર લાગવાથી લોહી નીકળી રહ્યું છે. શેઠજી દુકાન પર લોહી લુહાણ પડ્યા હતા અને લોહી વહી રહ્યું હતું. મારી સાથે જેમતેમ કરીને સાથીદાર રાજકુમાર પણ ભાગ્યો. થોડીવાર પછી શેઠજીએ ત્યાં જ દમ તોડી દીધો.

જેને સજાવવા માટે માપ લઈ રહ્યા હતા, તેને તેમને કફનમાં બાંધી નાખ્યા
કારીગર ઈશ્વરે જણાવ્યું કે હું છેલ્લાં 10 વર્ષથી ઉદયપુરના ભૂત મહલ (માલદાસ સ્ટ્રીટ)માં શેઠજી (કન્હૈયાલાલ) પાસે ટેલરિંગનું કામ કરું છું. શેઠજી હંમેશા કહેતા હતા કે ‘એવા કપડાં સીવો કે આદમી સજી ઉઠે’. શું ખબર કે જેને સજાવવા માટે માપ લઈ રહ્યા હતા, તે જ તેમને કફનમાં બાંધી નાખશે.

પોલીસે મામલો રફેદફે કરી નાખ્યો હતો
ઈશ્વરે કહ્યું કે શેઠજીએ 10-15 દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. જેના પર વિવાદ થયો હતો. ત્યારે પોલીસ તેને પકડીને લઈ ગઈ હતી અને મામલો રફેદફે કરી નાખ્યો હતો. ખોફનાક વાત એ છે કે હુમલો કરનારાએ પહેલાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેઠજીનું ગળું કાપી નાખવાની ધમકી આપી હતી. તેઓ દુકાનમાં આવીને ગળું કાપી પણ ગયા. સોશિયલ મીડિયા પર કબૂલ પણ કર્યું. પીએમ મોદીને પણ મારવાની ધમકી આપી.

હત્યાના વિરોધમાં સડકો પર ઉતરેલા લોકોએ અંદાજે 7 કલાક પછી રાત્રે 10 વાગ્યે મૃતદહે ઉઠાવવા રાજી થયા હતા. મૃતદેહને ઉદયપુરની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. બુધવારે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ પહેલા હાથીપોલ ચોક પર પહોંચેલા લોકો અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી. જેમાંભાજપ યુવા મોરચાનો એક કાર્યકર ઘાયલ થઈ ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page