Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalપોલીસે રેડલાઇટ એરિયામાંથી પકડી યુવક-યુવતીને, આપ્યા કંઈક આવા જવાબો

પોલીસે રેડલાઇટ એરિયામાંથી પકડી યુવક-યુવતીને, આપ્યા કંઈક આવા જવાબો

રેડ લાઈટ વિસ્તારમાં પકડાયેલ કોલકાતાની યુવતી અંગે એક યુવકે દાવો કર્યો છે કે, આ તેની પત્ની છે. પોલીસે પૂરાવા માંગ્યા તો કહ્યું – લગ્ન કરાવનાર માસા અને પંડિતનું મૃત્યુ થઈ ગયું છે. એવામાં પોલીસને તેની કહાની પર વિશ્વાસ નથી આવતો.

ગ્વાલિયરના બદનાપુરામાં પોલીસ સતત છોકરીઓની સર્ચિંગ કરી રહી છે. એક દિવસ પહેલાં અહીંથી બે છોકરીઓને છોડાવી હતી. તેમાંની એક યુવતીની કહાની પોલીસ સામે આવી. તેને 3 વર્ષ પહેલાં તેના માસા કોલકાતાથી લાવ્યા હતા. તે સમયે યુવતીની ઉંમર 18 વર્ષ હતી. અહીં જે યુવાન સાથે તે મળી, તે દાવો કરી રહ્યો છે કે, તેની પત્ની છે. તેણે પોલીસને જણાવ્યું કે આ તેની પત્ની છે.

યુવતીને પત્ની કહેનાર યુવાનની વાત ગળે નથી ઉતરી રહી પોલીસને
યુવાનનું કહેવું છે કે, 21 વર્ષની રજ્જો (બદલેલ નામ) મારી પત્ની છે. ત્રણ વર્ષ પહેલાં અમારાં લગ્ન થયાં હતાં. જ્યારે આ અંગે રજ્જોને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યુ કે, 4 વર્ષ પહેલાં તેની દાદીનું દેહાંત થઈ ગયું હતું. ત્યારબાદ તેના માસા તેને ગામથી કોલકાતા લઈ ગયા હતા. ત્યારબાદ એક વર્ષ માસા તેને અહીં લાવીને મૂકીને જતા રહ્યા હતા. યુવાનનું કહેવું છે કે, માસાએ એ બંનેનાં લગ્ન કરાવ્યાં છે.

હવે અહીં વાંચો પોલીસના સવાલ અને યુવાનના જવાબ

પોલીસ – લગ્ન ક્યાં થયાં, કયા પંડિતે લગ્ન કરાવ્યાં?
યુવાન – લગ્ન ગામમાં થયાં હતાં. જે પંડિતે લગ્ન કરાવ્યાં હતાં, તેમનું કોરોનામાં મૃત્યુ થઈ ગયું છે.
પોલીસ – લગ્નના કોઈ ફોટો કે વીડિયો તો હશે ને?
યુવાન – લગ્નના ફોટો મોટાભાઈ પાસે છે, પરંતુ તેઓ અહીં નથી રહેતા. તેઓ ક્યાં રહે છે તેની પણ ખબર નથી.

પોલીસને તેના એક પણ સવાલનો જવાબ ન મળ્યો. પોલીસ આ આખી કહાનીને ઉપજાવી કાઢેલ માને છે. યુવતી અહીં કેવી રીતે આવી, કોણ લાવ્યું અને લગ્ન થયાં તો તેના પૂરાવા શું છે? આ સવાલોના જવાબ મળવાના બાકી છે. આ જ કારણે પોલીસે પૂરાની છાવનીમાં વધુ એક કેસ નોંધ્યો છે. યુવતીને નારી નિકેતન મોકલી દેવામાં આવી છે.

પોલીસ આ રીતે પહોંચી કોલકાતાની યુવતી સુધી
રેડલાઈટ એરિયા બદનાપુરા-રેશમપુરામાં 3 દિવસ પહેલાં 3 છોકરીઓ મ્ળી હતી. અહીં ગડબડના બીજા પણ ઘણા પૂરાવા મળ્યા હતા. ત્યારબાદ મંગળવારે પોલીસ ફરીથી ત્યાં પહોંચી હતી. આ વખતે પોલીસની સાથે મહાનગરપાલિકાનો સ્ટાફ, સીએમએચઓની ટીમ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા.

ત્યાં તપાસ કરી તો એક ધનવાન પરિવારના ઘરમાં બે યુવતીઓ સંદિગ્ધ હાલતમાં મળી. આ પરિવાર યુવતીઓ અંગે કઈં રેકોર્ડ ન આપી શક્યો. જે પણ ડોક્યૂમેન્ટ્સ આપ્યા હતા, તે પ્રાથમિક તપાસમાં જ નકલી જણાવી રહ્યા હતા. ત્યારબાદ આ બંને યુવતીઓની પોલીસે પૂછપરછ કરી. જેમાંની એકે પોતાને કોલકાતાની અને બીજીએ પોતાને બિહારની વતની જણાવી. આમાંની બિહારની યુવતીના કેટલાક ડોક્યૂમેન્ટ્સ પરિવારે આપ્યા હતા પરંતુ તેઓ કોલકાતાની યુવતીના પૂરાવા ન આપી શક્યા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page