Saturday, April 13, 2024
Google search engine
HomeNationalપતિએ જ ચાર મહિનાની પ્રેગ્નન્ટ પત્નીની કરી ઘાતકી હત્યા

પતિએ જ ચાર મહિનાની પ્રેગ્નન્ટ પત્નીની કરી ઘાતકી હત્યા

21મી સદીમાં પણ દહેજના રાક્ષસનું હજી સુધી દહન થયું નથી. આજે પણ અનેક પરિણીત મહિલાઓ-યુવતીઓ દહેજ નામના રાક્ષસમાં હોમાઈ જાય છે. હાલમાં જ પતિએ ચાર મહિનાની પ્રેગ્નન્ટ પત્નીની હત્યા કરી નાખી હતી. પતિ 36 વર્ષનો છે અને પત્ની માત્ર 22 વર્ષની છે. તેમણે આ વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા.

આ ઘટના બિહારના ગોપાલંગજની છે. પતિ વિજેન્દ્ર સાહે પત્ની સોની દેવીની ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસને જાણ થતાં જ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સાસુની ધરપકડ કરવામાં આવી છે. પતિ સહિત અન્ય સાસરિયા ફરાર છે.

બિહારના બિશનપુર ગામમાં દૂધનાથ સાહની દીકરી સોનીના લગ્ન કોટવા ગામમાં થયા હતા. આ વર્ષે 9 મેના રોજ રાધેશ્યામ ગોડના દીકરા વિજેન્દ્ર સાહ સાથે લગ્ન થયા હતા. લગ્નમાં સોની દેવીના પરિવારે સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા તથા બાઇક આપ્યું હતું. જોકે, વિજેન્દ્રે પાંચ લાખ રૂપિયા માગ્યા હતા. લગ્નના થોડાં દિવસ બાદ જ આ મુદ્દે સાસરિયા સોની દેવીને હેરાન કરતા હતા.

ચેન તથા વિંટી આપીઃ સાસરિયા સતત પૈસાની માગણી કરતા હતા. ત્યારબાદ સોની પરિવારને હેરાનગતિ અંગે વાત કરતી હતી. પિયરિતા દર વખતે સમાધાન કરી લેતા હતા. વિજેન્દ્રને સોનાની ચેન અને વિંટી આપવામાં આવી હતી. સોનીના પરિવારનો આક્ષેપ છે કે વિજેન્દ્રના સંબંધો તેની જ સગી ભાભી સાથે છે.

મોબાઇલ પણ લઈ લીધો હતોઃ સોની દેવીએ પતિએ માર માર્યો હોવાની વાત પિયરમાં કહી હતી. ત્યારબાદ પતિએ મોબાઇલ ઝૂંટવી લીધો હતો. રાતના 12 વાગે પતિએ ફોન કરીને કહ્યું હતું કે તમારી દીકરીને પેટમાં દુખાવો ઉપડ્યો છે. જોઈ લેજો. જોકે, પરિવારને સોની દેવીની લાશ જ મળી હતી. ત્યારબાદ પિયર પક્ષે પોલીસ ફરિયાદ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page