Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅશ્વ રેસ બની જીવનની અંતિમ રેસ, થાંભલા સાથે ઘોડો અથડાતા અસવારનું મોત,...

અશ્વ રેસ બની જીવનની અંતિમ રેસ, થાંભલા સાથે ઘોડો અથડાતા અસવારનું મોત, જુઓ તસવીરો

રવિવારે માંડવી તાલુકાના ત્રગડી ગામની હદમાં અશ્વદોડ યોજાઈ હતી. જેમાં ઘણાં ઘોડે સવારે ભાગ લીધો હતો પરંતુ આ દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જે જોઈને જાનારાંઓ દંગી રહી ગયા હતાં. ઘોડે સવાર યુવક એક વીજ થાંભલા સાથે ટકરાયો હતો ત્યાર બાદ ગંભીર ઇજાઓના કારણે તેનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, માંડવીના ગુંદીયાળી-ત્રગડી વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં અશ્વદોડ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેવા આસપાસના અનેક ઘોડેસવારો આવ્યા હતા. જોકે બપોર બાદ યોજાયેલી આ અશ્વદોડમાં ઘોડો પુરપાટ ઝડપે દોડી રહ્યો હતો તે દરમિયાન ધૂળની ડમરીઓના કારણે પાછળ આવતાં એક ઘોડે સવારને આગળ કંઈ દેખાતું નહોતું. તે સમયે આગળ નીકળવાની લ્હાયમાં અચાનક વીજ થાંભલા સાથે ધડામ દઈને અથડાયો હતો અને તેના પર સવાર યુવાન રાજદિપસિંહ જાડેજા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી.

રવિવારે ઘોડે સવાર રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો રેસ દરમિયાન ધૂળની ડમરીઓના કારણે માર્ગની બાજુમાં લાગેલા વિજ સ્તંભ સાથે ટકરાઈ ગયો હતો. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

નોંધનીય છે કે, માંડવી તાલુકાના ત્રગડી અને ગુંડિયાડી ગામ વચ્ચેના સિમ વિસ્તારમાં રવિવારે અશ્વદોડ યોજાઈ હતી. જેમાં જિલ્લાના અલગ અલગ સ્થળના ઘોડે સવારો ભાગ લેવા આવ્યા હતા. આ રેસ શરૂ થયા બાદ પૂર્ણતા ભણી આગળ વધી રહી હતી ત્યારે જ ત્રગડી ગામના રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો ધૂળની ડમરીઓના કારણે માર્ગ નજીક લાગેલા વીજ થાંભલા સાથે ટકરાયો હતો. ઘોડો ટકરાતા યુવક જમીનમાં પટકાઈ ગયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મૃત્યુ થયું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page