Saturday, April 13, 2024
Google search engine
HomeInternational110 વર્ષના પાકિસ્તાના કાકાએ ચોથી વાર કર્યાં લગ્ન, તેમના પરિવારમાં જાણી તમે...

110 વર્ષના પાકિસ્તાના કાકાએ ચોથી વાર કર્યાં લગ્ન, તેમના પરિવારમાં જાણી તમે ચોંકી જશો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર એક લગ્નની ચર્ચા થઈ રહી છે. આ લગ્ન વિશે જાણીને તમે પણ ચોંકી જશો. અહીં 110 વર્ષના વૃદ્ધનું નિકાહનામા વાંચવામાં આવ્યું છે. આ વ્યક્તિનું નામ અબ્દુલ હન્નાન સ્વાતિ છે અને તેણે 55 વર્ષની મહિલા સાથે ચોથી વખત લગ્ન કર્યા છે. તેના પરિવાર વિશે જાણીને તમે ચોંકી જશો. આ વ્યક્તિના પરિવારમાં 84 સભ્યો છે. આ પહેલા આ જ પ્રાંતના અન્ય એક લગ્ન ચર્ચામાં હતા. તે વ્યક્તિએ પોતાની એકલતા દૂર કરવા માટે બીજા લગ્ન કર્યા હતા.

મોટા દીકરાની ઉંમર 70 વર્ષ

અબ્દુલ હન્નાનના પરિવારમાં કુલ 84 સભ્યો છે. તેમને 12 બાળકો છે, 6 દીકરા અને 6 દીકરીઓ અને અનેક પૌત્ર-પૌત્રીઓ. તેમનો મોટો દીકરો 70 વર્ષનો છે. અબ્દુલ હન્નાને ખૈબર પ્રાંતના માનસેરા જિલ્લાની એક મસ્જિદમાં રૂ. 5,000 હક મહેર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં તેના પરિવારના તમામ સભ્યો હાજર હતા. થોડા દિવસો પહેલા આ જ જિલ્લામાં 95 વર્ષીય એક વ્યક્તિએ બીજી વખત લગ્ન કર્યા હતા જ્યારે તે તેની પહેલી પત્નીના મૃત્યુ બાદ તેને એકલતા સતાવી રહી હતી.

સોશિયલ મીડિયા પર હન્નાનના લગ્ન પર લોકોએ પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકો આ લગ્નનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક રૂઢિચુસ્ત લોકો તેમના લગ્નની મજાક ઉડાવી રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં 110 વર્ષીય હન્નાન તેની પત્નીને ગુલાબથી શણગારેલું બ્રેસલેટ પહેરાવતો જોવા મળી રહ્યો છે.

આવા લગ્ન ભૂતકાળમાં પણ થયા હતા

માનસેરાના રહેવાસી મોહમ્મદ ઝકરિયાએ તાજેતરમાં જ બીજા લગ્ન કર્યા હતા. હન્નાનની જેમ તેના લગ્નમાં તેનો આખો પરિવાર અને નજીકના મિત્રો પણ હાજર હતા. લોકોએ તેને ફરીથી લગ્ન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમની પહેલી પત્નીનું 2011માં અવસાન થયું હતું. ઝકરિયાને 12 બાળકો (7 દીકરા અને 5 દીકરીઓ) અને કેટલાક પૌત્ર-પૌત્રીઓ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page