Friday, April 12, 2024
Google search engine
HomeNationalછેલ્લા 3 કલાકમાં મુંબઈમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

છેલ્લા 3 કલાકમાં મુંબઈમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે વહેલી સવારથી જ મુંબઈમાં સારો વરસાદ પડી રહ્યો હતો. ભારે વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. વરસાદના કારણે મુંબઈના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંધેરી, ધારાવી, વસઈ, કાંદિવલી, બોરિવલી સહિત ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદ સામે આવી છે. આ ઉપરાંત મુંબઈના એરપોર્ટ પાસે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. અત્યારે એરપોર્ટ પરની વિઝિબિલિટી 700 મીટરની આસપાસ છે. તેના કારણે ઉડાનમાં તકલીફ પડી રહી છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યો છે.


ગુરુવારે સ્કાઈમેટનો અંદાજ હતો કે, આગામી 48 કલાકમાં મુંબઈમાં 100 મિમી સુધીનો વરસાદ થશે. ચોમાસુ જુલાઈના પહેલા સપ્તાહમાં દિલ્હી સુધી પહોંચી જશે.


મહારાષ્ટ્રના તટીય વિસ્તારો મુંબઈ, ઠાણે, રત્નાગીરિ અને આસપાસના વિસ્તારોમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ માટે બીએમસીએ દરેક ઝોન માટે ટ્વીટર હેન્ડલ બનાવ્યા છે. જેમાં લોકો પોતાના વોર્ડને લગતી સમસ્યાઓ જણાવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page