Tuesday, April 16, 2024
Google search engine
HomeRecipeજોતા જ મોંમાં આવી જશે પાણી, ઘરે બનાવો- રાજ કચોરી

જોતા જ મોંમાં આવી જશે પાણી, ઘરે બનાવો- રાજ કચોરી

રોજ ઘરનું એકનું એક ભોજન ખાઈને કંટાળી ગયા છો? તો એક વાર ઘરે બનાવો રાજ કચોરી. નામ સાંભળીને મોંમા પાણી આવી ગયું ને? એકદમ ટેસ્ટ રાજ કચોરી બનાવા માટે સેવ, દાડમ, ચટણી વગેરેની જરૂર પડે છે. ચાલો બનાવીએ રાજ કચોરી.

રાજ કચોરીની સામગ્રી

મેંદો- 1 કપ
સોજી- 1/4 કપ
બેકિંગ સોડા- 2 ચપટી
તેલ- તળવા માટે

કચોરી ભરવા માટેની સામગ્રી:

બાફેલા વટાણા
મગની દાળ બાફેલી
બાફેલા બટાકા- નાના સમારેલા
દહીં
શેકેલુ જીરું
સંચળ
લાલ મરચું પાવડર
ગળી ચટણી
લીલી ચટણી
સેવ ભુજીયા
દાડમના દાણા
મીઠું સ્વાદ અનુસાર

કેવી રીતે બનાવશો?

એક મોટા વાસણમાં મેંદો, સોજી અને બેકિંગ સોડા એક સાથે મિક્સ કરી કઠણ લોટ બાંધો. હાથમાં થોડું તેલ લગાવીને તેણે મસળીને નરમ કરી લો અને તેણે ઢાંકીને રાખો. હવે કઢાઈમાં તેલ ગરમ કરો. બાંધેલા લોટના લૂઆ બનાવીને તેને વણી લો. પછી તેને ગરમ તેલમાં તળી લો. એક પ્લેટમાં તળેલી રાજ કચોરી મૂકો. સામગ્રી ભરવા માટે તેને વચ્ચેથી તોડી લો હવે તેમાં બટાકા, વટાણા, બાફેલા મગની દાળ, થોડું જીરું અને અન્ય સામગ્રી નાખીને દાડમના દાણા અને સેવથી સજાવીને તરત જ સર્વ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page